Surat/ મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા

સુરતમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે એક વ્યક્તિ પેરાલીસીસ જેવી સ્થિતિમાં મુકાય ગયા છે. વ્યક્તિના મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા.

Top Stories Gujarat Surat

#ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ-સુરત 

સુરતમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે એક વ્યક્તિ પેરાલીસીસ જેવી સ્થિતિમાં મુકાય ગયા છે. વ્યક્તિના મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે.ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું છે.જોકે આ કપડાને લઈ આધેડના આજે હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા છે. ઘટનાને પગલે પરિવારે અઠવા પોલીસ મથકમાં ડોક્ટર સામે ફરિયાદ નોંધવા અરજી કરી છે.

સુરતના ખાનગી પરમ ડોક્ટર હોસ્પિટલના ડોક્ટર તબીબ મૌલિક પટેલ દ્વારા 60 વર્ષીય દશરથભાઈ શિવરાજભાઈ પટેલને હાથ-પગના દુખાવા બાદ મણકાનુ ઓપરેશન કરવા કહ્યું હતું. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મૌલિક પટેલે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી અઠવા વિસ્તારમાં આવેલ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું.3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી. રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા (ચીરા) પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતાં ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી. ડ્રેસિંગ બાદ પરુ નીકળવાનું વધી જતાં દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી, જેથી તેમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટર પાસે ગયા હતા, જ્યાં CT સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.

ત્યાર બાદ પરિવારે મણકા સ્પેશિયાલિસ્ટ ડો. મૌલિક સામે આક્ષેપ કર્યા છે કે તેમની બેદરકારીને પગલે દશરથભાઈના ગાળામાં કપડું રહી ગયું છે.અને તેમના કારણે જ આજે દશરથ ભાઈ બેડ પરથી ઉભા પણ નથી થઈ શકતા. અને હાથ પણ કામ કરતા બંધ થઈ ગયા છે.એટલેકે પેરાલીસીસ જેવી પરિસ્થિતિમાં મુકાયા છે. દશરથ ભાઈની આવી સ્થિતિ થઈ જતા પરિવાર પર અચાનક જ આભ તૂટી પડ્યું હતું. અને પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. જોકે ડોક્ટરની બેદરકારી ને પગલે દશરથભાઈની આવી હાલત થઈ હોવાનું સામે આવતા પરિવારે ડોક્ટર મૌલિક પટેલ સામે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા વકીલ મારફતે અરજી કરી છે.પરિવારે પુરાવા રજૂ કરી સુરત પોલીસ કમિશનર ને પણ ડોક્ટર સામે ગુનો નોંધવા રજૂઆત કરી છે.અને ન્યાયની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.