Maharashtra News : મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબરનો વિવાદ ફરી જાગ્યો છે. જેમાં VHPએ ઔરંગઝેબનું પુતળું બાળ્યું હતું.. બીજીતરફ બે જૂથ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી અને અનેક વાહનોને આગચંપી અને તોડફોડના બનાવો શરૂ થઈ ગયા હતા. આ બનાવમાં ચાર જણા ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ કથળે નહી તે માટે આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. 55 લોકોની અટકાયત કરી છે.
મહારાષ્ટ્રના નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે સાંજે ઔરંગઝેબ કબરના વિવાદને લઈ બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. સોમવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદે ઔરંગઝેબના પુતળાનું દહન કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ગાડીઓમાં આગ ચાંપી દેવાના બનાવો બન્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન એક અફવા ફેલાઈ હતી કે આંદોલનકારીઓએ એક ધાર્મિક પુસ્તક બાળ્યું છે. જેના કારણે બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. ઘણા વાહનોમાં તોડફોડ અને આગ ચાંપી દેવામાં આવી હતી.
હોબાળો મચાવનારા લોકોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો:આજે શિવાજી જયંતિ, મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના વારસાની ઉજવણી
આ પણ વાંચો:છત્રપતિ શિવાજીના ચરણોમાં માથું નમાવીને માફી માંગું છું:પીએમ મોદી