Gandhinagar News/ નેશનલ એવોર્ડ વિજેતાઓને સીએમ ભુપેન્દ્ર પટેલના અભિનંદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર 16 ઓગસ્ટે જાહેર થયેલા 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2022માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર 16 ઓગસ્ટે જાહેર થયેલા 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2022માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.

વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થિવ ગોહિલ-માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ. બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડનો સમાવેશ થાય છે.

ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાના કથાનક પર આ કચ્છ એક્સપ્રેસ ફિલ્મ આધારિત છે. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ-2022માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડ સન્માનને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કંડલામાં રોકસોલ્ટની આડમાં સોપારીના છ કન્ટેનરની તપાસમાં ભેદભરમ : SIIB એ સિઝ કર્યા બાદ કેમ હલચલ નહીં?

આ પણ વાંચો:કંડલામાં સોપારી દાણચોર ગેંગ સક્રિય

આ પણ વાંચો:કન્ટેઈનરમાંથી સોપારી કાઢી મીઠુ ભરી કરાતા છળકપટનો પર્દાફાશ