Not Set/ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની તબીયત અત્યંત નાજુક, AIIMSએ બહાર પાડ્યું બુલેટિન

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની તબીયત નાદુરસ્ત હોવાથી તેઓને એઇમ્સ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા. વાજપેયીને એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા છે. AIIMSએ હાલ  અટલજીના સ્વાસ્થ્ય અંગે હેલ્થ  બુલેટીન જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પૂર્વ વડાપ્રધાનની હાલત હજી અત્યંત નાજુક છે. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. અટલ બિહારી વાજપેયીનો […]

Top Stories India Trending

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની તબીયત નાદુરસ્ત હોવાથી તેઓને એઇમ્સ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા. વાજપેયીને એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા છે.

AIIMSએ હાલ  અટલજીના સ્વાસ્થ્ય અંગે હેલ્થ  બુલેટીન જાહેર કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે પૂર્વ વડાપ્રધાનની હાલત હજી અત્યંત નાજુક છે. તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

અટલ બિહારી વાજપેયીનો હાલ પૂછવા બીજેપી અધ્યક્ષ અમિત શાહ AIIMS પહોંચ્યા.

માહિતી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અટલજીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ દોડી ગયા હતાં.

તેમની સાથે સાત મંત્રીઓએ પણ વાજપેઈની તબિયતનાં ખબર અંતર પૂછવા પહોંચ્યા હતાં..આજે રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ખબર અંતર પુછ્યા હતા.

ઉલ્લેખનિય છે વાજપેયીની તબીયત 16 જુનથી નાદુરસ્ત છે. તેઓ ડિમેશીયાની બિમારીના શિકાર છે જેના કારણે તેને છેલ્લા ચાર દિવસથી એઇમ્સ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે.

એઇમ્સના તબીબો દ્વારા તેમનું હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવવાનું કે ,અટલજી હાલમાં લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર  છે.