Not Set/ મોદી સરકારનો સપાટો, 12 આયકર અધિકારીને છુટા કર્યા

મોદી સરકારે ભ્રષ્ટાચાર મામલે કડક હાથે કામ લેવાની શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્રારા આવકવેરા વિભાગનાં 12 જેટલા ઉચ્ચ અધિકારીકરીઓ પોતાનાં પદ્દ પર થી નિલંબીત કરી સપાટો બોલાવી દીધો છે. મોદી સરકારે ટેક્સેશન માળખામાં મોટો સપાટો બોલાવી આવકવેરા વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને નોકરીમાંથી દૂર કરતા બ્યુરોક્રેટ્સમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકાર દ્રારા આ પગલાથી […]

Top Stories India

મોદી સરકારે ભ્રષ્ટાચાર મામલે કડક હાથે કામ લેવાની શરૂઆત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્રારા આવકવેરા વિભાગનાં 12 જેટલા ઉચ્ચ અધિકારીકરીઓ પોતાનાં પદ્દ પર થી નિલંબીત કરી સપાટો બોલાવી દીધો છે. મોદી સરકારે ટેક્સેશન માળખામાં મોટો સપાટો બોલાવી આવકવેરા વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને નોકરીમાંથી દૂર કરતા બ્યુરોક્રેટ્સમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકાર દ્રારા આ પગલાથી સ્પષ્ટ સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામા આવ્યો છે કે હવે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે.

મોદી સરકાર દ્રારા છુટા કરવામાં આવેલા અધિકારીઓમાં આવકવેરા વિભાગનાં સંયુક્ત કમિશનર સહિતનાં અધિકારીનો સમાવેશ થાય છે. કેટલાક અધિકારીઓમાં સામે ભ્રષ્ટાચાર અને મહિલા અધિકારીઓના જાતીય શોષણ જેવા ગંભીર આરોપો હતા. અધિકારીઓની આ યાદીમાં પહેલું નામ સંયુક્ત કમિશનરેટ રેન્કના અધિકારીનું નામ છે, જેની સામે ભ્રષ્ટાચાર અને ચંદ્રસ્વામીના સહાયકો પાસેથી ગેરકાયદે વસૂલીની કરવાની ગંભીર ફરિયાદો છે.

 12 અધિકારીમાં IRS દરજ્જાનાં અધિકારીનો પણ સમાવેશ થાય છે. નોઇડામાં કમિશનર (અપીલ)ની પોસ્ટ પર આરુઢ અધિકારીની કમિશનર રેન્કનાં મહિલા અધિકારીઓની જાતીય સતામણીનો આરોપ હતો. તો અન્ય આઇઆરએસ અધિકારી જેમની સામે તેમના પરિવારના સભ્યો માટે રૂ. 3..17 કરોડની જંગી અને સ્થાવર મિલકતની કમાણી કરાવી આપવાનો આરોપ હતો તેમને પણ વિલંબીત કરવામાં આવ્યા છે.

આમ કેન્દ્રની મોદી સરકારમાં નાણા મંત્રાલયનો ચાર્ચ સંભાળનાર પ્રથમ પૂર્ણ કાલીન મહિલા નાણા મંત્રીએ વિભાગની સફાઇ કરી કચરો કાઢવાથી પોતાની પ્રથમ પારીની શરુઆત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.