Breaking News/ અમદાવાદમાં ઇસ્કોન આંબલી રોડ પર દુર્ઘટના, કન્સ્ટ્રક્શન સાઇટ પર 2 શ્રમિકોના મોત

અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ (Construction site) પર દુર્ઘટના સર્જાઈ. ક્રેનનો કેબલ તૂટતા બે શ્રમિક નીચે પટકાયા, એકનું સ્થળ પર જ અને એકનું સારવાર દરમિયાન મોત. પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Breaking News: અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ (construction site) પર બનેલી દુર્ઘટનાએ બે શ્રમિકોના જીવ લીધા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Construction site પર ક્રેનનો કેબલ તૂટતા બની દુર્ઘટના

પ્રાથમિક માહિતી મુજબ, કન્સ્ટ્રક્શન સાઇટ (construction site) પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ક્રેનનો કેબલ તૂટી ગયો હતો. જેના કારણે ઉપર કામ કરતા બે શ્રમિકો નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

એકનું સ્થળ પર જ મોત, એકનું સારવાર દરમિયાન

આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બીજા શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેની પણ મોત થયું હોવાની માહિતી મળી છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતા જ સેટેલાઇટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં બાંધકામ સાઇટ ભેખડ ધસી પડતાં બાળકીનું મોત,બે લોકો દટાયા

આ પણ વાંચો:પીએમ મોદી સહિત અનેક નેતાઓએ અસ્પાયર-2 બિલ્ડીંગ દુર્ઘટના પર વ્યક્ત કરી સંવેદના

આ પણ વાંચો:અમરેલીમાં માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ગુણો ઉતારતા પાંચ શ્રમિકો દબાયા, એકનું મોત