FIFA Women’s World Cup/ સ્પેનની મહિલા ફૂટબોલ ટીમે રચ્યો ઈતિહાસ, ફાઇનલની રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવી FIFA વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

ફિફા મહિલા વર્લ્ડ કપમાં ઓલિમ્પિક પાર્ક ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેનની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

Top Stories Sports
2 1 12 સ્પેનની મહિલા ફૂટબોલ ટીમે રચ્યો ઈતિહાસ, ફાઇનલની રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને હરાવી FIFA વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

સ્પેનની મહિલા ફૂટબોલ ટીમે ઈતિહાસ રચ્યો છે. ફિફા મહિલા વર્લ્ડ કપમાં ઓલિમ્પિક પાર્ક ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેનની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ફાઇનલમાં બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.સ્પેનની ફૂટબોલર ઓલ્ગા કાર્મોનાએ 29મી મિનિટે પહેલો ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. આ પછી બંને ટીમો વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો, પરંતુ કોઈ ગોલ કરી શક્યું નહીં. આ ગોલથી સ્પેનિશ ટીમે વર્ચસ્વ જમાવ્યું હતું અને આખરે ઈંગ્લેન્ડને હરાવી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.

 

 

યુનાઇટેડ સ્ટેટ્સ 1991 થી ફિફા મહિલા વિશ્વ કપમાં સૌથી સફળ ટીમ રહી છે. અમેરિકાએ ચાર વખત આ ખિતાબ જીત્યો છે. તેણે 1991, 1999, 2015 અને 2019માં આ ખિતાબ જીત્યો હતો. જ્યારે જર્મની બે વખત વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. નોર્વે અને જાપાને એક-એક વખત ખિતાબ જીત્યો છે. હવે આ યાદીમાં સ્પેન પણ સામેલ થઈ ગયું છે.

ઓલ્ગા કાર્મોના વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી હતી. તેણે કુલ 18 ગોલ કર્યા. જણાવી દઈએ કે સ્પેનિશ ટીમ પહેલીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમી રહી હતી. તેણે પોતાની પહેલી જ ફાઈનલમાં ઈંગ્લેન્ડ જેવી ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ જીત બાદ સ્પેનિશ ખેલાડીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા. તેણે ટ્રોફી ઉઠાવીને ઉજવણી કરી.