international yoga day/ વિશ્વભરમાં જોવા મળી ભારતની સંસ્કૃતિની ઝલક,દુનિયા ઉજવી રહી છે યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રથમ વખત, ફિજીમાં લોકોએ ભારતીય સમય અનુસાર સવારે 3.15 વાગ્યે યોગાસન કર્યા. આ કાર્યક્રમ ફિજીના આલ્બર્ટ પાર્કમાં યોજાયો હતો

Top Stories World
11 13 વિશ્વભરમાં જોવા મળી ભારતની સંસ્કૃતિની ઝલક,દુનિયા ઉજવી રહી છે યોગ દિવસ

આજે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ( INTERNATIONAL YOGADAY) સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે લોકો એકઠા થાય છે અને યોગ કરે છે અને વિશ્વમાં યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. માનવ જીવનમાં યોગના મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ આખી દુનિયા ભારતીય યોગના રંગમાં જોવા મળી હતી.ફિજી, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોના લોકો યોગ કરતા જોવા મળ્યા હતા.

આજે સવારે લગભગ 3.15 વાગ્યે ફિજીમાં સૌ પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ ન્યુઝીલેન્ડના સ્કાય ટાવર ખાતે યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ક્વીન્સલેન્ડ ક્રિકેટ ક્લબમાં પણ યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે સવારે લગભગ 4 વાગ્યે લોકોએ યોગાભ્યાસ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રથમ વખત, ફિજીમાં લોકોએ ભારતીય સમય અનુસાર સવારે 3.15 વાગ્યે યોગાસન કર્યા. આ કાર્યક્રમ ફિજીના આલ્બર્ટ પાર્કમાં યોજાયો હતો. ફિજી બાદ ન્યુઝીલેન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહીં સ્કાય ટાવર ખાતે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તો ઓસ્ટ્રેલિયામાં પણ લોકોએ સવારે યોગાસન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ક્રિકેટ ક્લબમાં લોકો યોગાસન કરે છે. આ સાથે જ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે યોગ દિવસ પર નવી થીમ રાખવામાં આવે છે, જેને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. આયુષ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે ‘માનવતા માટે યોગ’ થીમ પસંદ કરવામાં આવી છે. જેનો અર્થ છે માનવતા માટે યોગ. આ થીમને ધ્યાનમાં રાખીને આ વર્ષે સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે