વડોદરા/ ભાજપના બાહુબલી મધુ શ્રીવાસ્તવના દીકરાને ભેજાબાજ દંપત્તિએ લગાવ્યો ૨૦ લાખનો ચૂનો

ધારાસભ્યના દીકરા સાથે એમ.જી.કંપનીમાંથી ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી હતી. અને રૂપિયા ૨૦ લાખ ખંખેરી લીધા છે. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપતિ સામે પાણીગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat
Untitled 35 6 ભાજપના બાહુબલી મધુ શ્રીવાસ્તવના દીકરાને ભેજાબાજ દંપત્તિએ લગાવ્યો ૨૦ લાખનો ચૂનો

ભાજપના બાહુબલી ગણાતા વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા સાથે એક ભેજાબાજ દંપતીએ છેતરપીંડી કરી ૨૦ લાખના ખાડામાં ઉતારી દીધો છે. સસ્તામાં કાર આપવાની લાલચ આપી આ દંપત્તિએ ધારાસભ્યના દીકરા પદેથી ૨૦ લાખ રૂપિયા પડાવી લીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટીસ કરતા અમદાવાદના વકીલના પુત્ર અને તેની પત્નીએ ધારાસભ્યના દીકરા સાથે એમ.જી.કંપનીમાંથી ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી હતી. અને રૂપિયા ૨૦ લાખ ખંખેરી લીધા છે. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપતિ સામે પાણીગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મધુ શ્રીવાસ્તવના પુત્ર અને માજી કોર્પોરેટર દિપક શ્રીવાસ્તવ હાલ એમ.જી કંપનીની કાર વેચાણથી ખરીદવા માંગતા હતા. ત્યારે તેમના મિત્ર કીર્તને જણાવ્યું હતું કે, મોરિસ ગેરેજ કંપનીમાં મારી મોટી ઓળખાણ છે. ઉદયપુર રાજસ્થાન ખાતે આવેલા એમ.જી કંપનીના ગોડાઉનમાંથી સીધી કાર અપાવીશ. કિર્તને વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારી પત્ની બીજલ બારોટ માઈક્રોસ્કોસ્મ એલએલપી લિમિટેડ નામે ભાગીદારી પેઢી ધરાવે છે. તે પેઢી થકી કારનું બુકિંગ કરાવવાથી કંપની તરફથી સારું ડિસ્કાઉન્ટ આપે છે.

કંપની અમને કાર આપે તે બાદ તમારા નામે ટ્રાન્સફર કરી કાર તમારા ઘરે પહોંચાડી દઇશું. આ દરમિયાન દીપકભાઈએ આ પેઢીમાં બે તબક્કે રૂપિયા 20 લાખની રકમ જમા કરાવ્યા હતા. જે અંગેની રશીદ માંગતા ઉદયપુર ખાતે એમ.જી કંપની ગ્લોસ્ટર કાર બુકિંગ માટે માત્ર રૂપિયા 50 હજારની રશીદ મોકલી હતી. અને ત્રણ દિવસમાં કાર મળી જશે તેવી ખાતરી આપી હતી.

જોકે સપ્તાહનો સમય વિત્યા બાદ પણ કાર નહીં આવતા દીપકભાઈએ બાકીના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા છે કે કેમ તેની રશીદ માંગતા કીર્તનભાઈ ગોળ ગોળ વાતો કરી કંપનીમાં કોરોનાના કારણે સ્ટાફ અપૂરતો હોવાના પગલે માંગ મુજબ પુરવઠો ઉપલબ્ધ ન હોવાનું રટણ કરી કાર માટે રાહ જોવી પડશે તેવું જણાવતો હતો.

20 લાખની રકમ અને કાર પરત ન કરતા વડોદરા મહાનગર સેવા સદનના ભાજપાના માજી કાઉન્સિલર અને વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે પાણીગેટ પોલીસ મથકમાં ગુજરાત હાઇકોર્ટમાં પ્રેકટીસ કરતા વકીલ પુત્ર કિર્તન ભરત રાવ અને બિજલ બારોટ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે ભેજાબાજ દંપતિ સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

દુઃખદ/ લાઠીના દુધાળા નજીક આવેલ નારણ સરોવરમાં 5 કિશોરના ડૂબવાથી મોત

Russian President/ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ એલિના કોણ છે ? તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે ?