Court/ વટવા લવ જેહાદ કેસ મામલે આરોપીના જામીન નામંજૂર

શહેરના વટવા વિસ્તારમાં મહિલા સાથે વારંવાર દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી 2.70 લાખ રૂપિયા પચાવી પાડવાના મામલે પકડાયેલા સરફરાઝખાન પઠાણએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આરોપીએ મહિલા પરણિત હોવા છતાં તેને અવાર નવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ મામલે તપાસ જારી છે, જામીન ન આપી શકાય.’ નોંધનીય […]

Ahmedabad Gujarat
tukkal 5 વટવા લવ જેહાદ કેસ મામલે આરોપીના જામીન નામંજૂર

શહેરના વટવા વિસ્તારમાં મહિલા સાથે વારંવાર દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી 2.70 લાખ રૂપિયા પચાવી પાડવાના મામલે પકડાયેલા સરફરાઝખાન પઠાણએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, ‘આરોપીએ મહિલા પરણિત હોવા છતાં તેને અવાર નવાર મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ મામલે તપાસ જારી છે, જામીન ન આપી શકાય.’

નોંધનીય છે કે, આ કેસમાં સરકાર દ્વારા લવ જેહાદનો મામલો હોવાથી જામીન ન આપવાની રજૂઆત કરવામાં આવી હતી. શહેરના વટવા વિસ્તારમાં રહેતી મહિલાને તેના જ વિસ્તારમાં રહેતા અને કંપની ચલાવતા સરફરાઝખાન પઠાણ નામના એક શખ્સ સાથે દોઢ વર્ષ પહેલા મિત્રતા થઈ હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી કેફી પીણું પીવડાવીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પોલીસે જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાંથી આરોપી સરફરાઝે રેગ્યુલર જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, તેની પર ખોટો કેસ કરવામાં આવ્યો છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, કોઇ પૈસા પડાવ્યા નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને જામીન આપવામાં આવે તો તમામ શરતોનું પાલન કરવા પણ તૈયાર છીએ.

જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યું હતું કે, ‘હિંદુ મહિલાને ફસાવીને બ્લેકમેઈલિંગ કરીને તેની પર બળાત્કાર આચરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આરોપી અવાર નવાર મહિલાને ધાકધમકી આપતો હતો. જેથી જો આરોપીને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા રહેશે.’ ત્યારે આ તમામ પાસાંઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…