Rajkot/ CM રૂપાણીની રાજ્યના 200 જેટલા ઉદ્યોગકારો-વેપારીઓ સાથે ખાનગી મિટિંગ , આશ્ચર્ય

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં આજે સાંજે પાંચ કલાકે હોટેલ સયાજી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં વેપાર ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અને વિકાસ લગતી

Top Stories
1

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વમાં આજે સાંજે પાંચ કલાકે હોટેલ સયાજી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં વેપાર ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અને વિકાસ લગતી જરૂરી આવશ્યકતાઓ તેમ જ તેના નિરાકરણ લઈને યોજવામાં આવી હતી. આ એક ખાસ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા તમામ રિજીઓનલ ચેમ્બર અને વિવિધ એસોસિયેશનના પ્રતિનિધિઓ દ્વારા લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ માટે હૈયાવરાળ ઠાલવવમાં આવી હતી. જેમાં મુખ્યત્વે વેપાર ઉદ્યોગને ગ્રહણ લગાવીને બેઠેલો જીએસટી સહિત એમએસએમઇના પ્રશ્નો અંગે ઉંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

PM Modi / PM મોદી 23મી એ કલકતામાં, નેતાજીની યાદમાં સ્મારક, સિક્કો, સ્ટેમ્પ અને પુસ્તક બહાર પાડશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટમાં છે અને આજે ગુજરાતના 200 જેટલા ઉદ્યોગકારો અને વેપારીઓની હોટેલ સયાજી ખાતે મીટીંગ મળી હતી.જેને લઈ ને અનેક લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે એવો પ્રશ્ન પણ લોકોને થયો છે કે શા માટે મુખ્યમંત્રીએ જાહેર કર્યા વિના આ રીતે મિટિંગ યોજી હશે. ગુજરાતની વિવિધ ચેમ્બરના પ્રતિનિધિઓ અને વેપારી આગેવાનો સાથે 5:00 યોજાયેલી આ મિટિંગને લઈ અનેક સમીકરણ રચાઇ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી આ ગુપ્ત ગોષ્ઠી માટે તખ્તો ગોઠવાઇ રહ્યો હતો એવું સૂત્રો પાસેથી સાંભળવા મળ્યું છે.

Political / લો બોલો…પ્રિયંકા ગાંધીના સંઘર્ષગાથા રજુ કરતા કેલેન્ડર બહાર પડ્યા,યુપીના દરેક ગામડામાં મોકલાશે

આ અંગે વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ દેશના અર્થતંત્રમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ઉદ્યોગોનું મહત્વપૂર્ણ યોગદાન છે.કોરોના અને લોકડાઉનના કારણે છેલ્લા આઠ-નવ મહિનાથી તમામ ઉદ્યોગો અને વેપારને માઠી અસર પહોંચી છે, બીજી તરફ રોજ-બરોજ સરકાર દ્વારા ઉદ્યોગ નીતિને લઈને નવા નવા નિયમો લાવવામાં આવે છે. વેપારીઓએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે જીએસટી નાઅમલીકરણના આટલા સમય બાદ પણ હજુ સુધી જેની ગુંચ ઉકેલાઇ નથી. આવા અનેક વિવિધ પ્રશ્નો અને લઈ સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. જેને લઇને ગુજરાતના ઉદ્યોગકારોમાં ઘણા સમયથી નારાજગી જોવા મળી રહી હતી.મુખ્યમંત્રી સાથેની ચર્ચા બાદ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવું ઉદ્યોગકારો તેમજ વેપારીઆલમમાં ચર્ચાઈ રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…