IPL 2021/ આ ત્રણ ટીમ શ્રીસંત પર કરી શકે છે મોટો ખર્ચ, જાણો

આઈપીએલ 2021 માટે, તમામ ફ્રેન્ચાઇઝીયોએ એવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે જેની સાથે તેઓ રહેવા માંગતા નથી. કેટલાક મોટા ખેલાડીઓ પણ રિલીઝ થયા છે…..

Sports
Untitled 12 આ ત્રણ ટીમ શ્રીસંત પર કરી શકે છે મોટો ખર્ચ, જાણો

આઈપીએલ 2021 માટે, તમામ ફ્રેન્ચાઇઝીયોએ એવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે જેની સાથે તેઓ રહેવા માંગતા નથી. કેટલાક મોટા ખેલાડીઓ પણ રિલીઝ થયા છે. આવી સ્થિતિમાં, સીઝન 14 ની હરાજી રસપ્રદ હોઈ શકે છે.

વળી ઝડપી બોલર એસ શ્રીસંતને આઈપીએલમાં રમવા માટેની તક પણ મળી શકે છે, જેના પર આજીવન બેન હટી ગયો છે. શ્રીસંતે તાજેતરમાં કેરળ માટેની સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ભાગ લીધો હતો, જેમાં તે તેના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં, અમે તમને ત્રણ ટીમો વિશે જણાવીશું જે હરાજી દરમિયાન શ્રીસંત પર મોટા પૈસા ખર્ચ કરી શકે છે.

કિગ્સ ઈલેવન પંજાબ

Untitled 13 આ ત્રણ ટીમ શ્રીસંત પર કરી શકે છે મોટો ખર્ચ, જાણો

ગત સીઝનમાં, પંજાબની ટીમે શરૂઆતની મેચોમાં શાનદાર રમત બતાવી હતી, પરંતુ નબળા બોલિંગને કારણે તેઓ છેલ્લી ક્ષણોમાં તેમને ઘણુ નુકસાન થયુ હતુ. નોંધનીય છે કે શ્રીસંતે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત વર્ષ 2008 માં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી કરી હતી. દરમિયાન શ્રીસંતે તેના નામે 19 વિકેટ ઝડપી હતી અને તે ટૂર્નામેન્ટનો બીજો સૌથી સફળ બોલર સાબિત થયો હતો. આવી સ્થિતિમાં જો પંજાબ એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કરે તો તે આ ઝડપી બોલર માટે કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. વળી ટીમમાં શામી સિવાય બીજો કોઈ અનુભવી બોલર નથી.

રાજસ્થાન રોયલ્સ

Untitled 14 આ ત્રણ ટીમ શ્રીસંત પર કરી શકે છે મોટો ખર્ચ, જાણો

જ્યારે શ્રીસંત પર ફિક્સિંગ પર પ્રતિબંધ મૂકાયો હતો, ત્યારે તેણે તેની છેલ્લી આઈપીએલ મેચ રાજસ્થાન રોયલ્સ માટે રમી હતી. રાજસ્થાન રોયલ્સ પાસે કોઈ મોટો ભારતીય ઝડપી બોલરો નથી અને માત્ર ઉનડકટ અને કાર્તિક ત્યાગી તેમના ભારતીય ઝડપી બોલિંગનાં વિકલ્પો છે. ત્યાગી પાસે અનુભવનો અભાવ છે, જ્યારે શ્રીસંત પહેલાની જેમ રાજસ્થાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં રાજસ્થાનની ટીમ શ્રીસંતનાં રૂપમાં એક સારો ભારતીય ઝડપી બોલર શોધી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સ

Untitled 15 આ ત્રણ ટીમ શ્રીસંત પર કરી શકે છે મોટો ખર્ચ, જાણો

ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ શ્રીસંતને તેમની ટીમમાં સામેલ કરી શકે છે. એમએસ ધોની ટીમનો કેપ્ટન છે અને તેની ટીમ બોલિંગ ક્રમમાં નબળાઇ બતાવી રહી છે. ચેન્નઈમાં અનુભવી ઝડપી બોલરનો અભાવ છેલ્લા કેટલાક સીઝનથી છે. આવી સ્થિતિમાં ધોની શ્રીસંતને તક આપી શકે છે. શ્રીસંત તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં લાંબા સમય સુધી ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમ્યો છે. આવી સ્થિતિમાં આપણે શ્રીસંતને ફરી એક વાર ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમતા જોઈ શકીએ છીએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો