પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ગાંધીનગર પહોંચીને તેમની માતા હીરાબા ના આશીર્વાદ લેશે. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વમાં વાળી એનડીએની ભારે બહુમતીથી જીત મેળવ્યા બાદ મોદીના 30 મે ના રોજ ફરીથી પ્રધાનમંત્રી પદ પર શપથ ગ્રહણ કરવાની શક્યતા સેવાય રહી છે.
આપને જણાવીએ કે માતા હીરાબા ના આશીર્વાદ લીધા બાદ સોમવારે વારાણસી પહોંચીને ચૂંટણીમાં આ બેઠક પરથી પોતાને 4.79 લાખ મતથી મોટી જીત અપાવવા માટે તેમના સમર્થકોનો આભાર માનશે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું કે, કાલે સાંજે મારી માતાના આશીર્વાદ લેવા માટે ગુજરાત જઈશ. એક દિવસ પછી સવારે હું કાશી જઈશ, જ્યાં આ મહાન ધરતીના લોકોને મારા પર વિશ્વાસ રાખવા માટે ધન્યવાદ કહીશ.