Not Set/ ચૂંટણી પૂર્ણ થતા જ દિલ્હીમાં Non-Subsidised ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

દિલ્હીમાં ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે, જ્યા આમ આદમી પાર્ટીએ એક તરફી જીત મેળવી ભાજપ અને કોંગ્રેસનાં સુપડા-સાફ કરી દીધા છે. જો કે 11 તારીખે પરિણામ આવ્યા બાદ ઇન્ડિયન ઓઇલે બિન સબસિડીવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આઇઓસી દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશની રાજધાનીમાં 14 કિલો સિલિન્ડરની […]

Top Stories India
Gas Bottle ચૂંટણી પૂર્ણ થતા જ દિલ્હીમાં Non-Subsidised ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

દિલ્હીમાં ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે, જ્યા આમ આદમી પાર્ટીએ એક તરફી જીત મેળવી ભાજપ અને કોંગ્રેસનાં સુપડા-સાફ કરી દીધા છે. જો કે 11 તારીખે પરિણામ આવ્યા બાદ ઇન્ડિયન ઓઇલે બિન સબસિડીવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આઇઓસી દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશની રાજધાનીમાં 14 કિલો સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયાથી વધારીને તે 858.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા અને મુંબઇમાં સિલિન્ડરની કિંમત અનુક્રમે રૂ.149 અને 145 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે.

કોલકાતા અને મુંબઇમાં સિલિન્ડર અનુક્રમે 896 અને 829.50 રૂપિયામાં મળશે. ચેન્નાઇમાં, સિલિન્ડરની કિંમતમાં રૂ.147 નો વધારો કરવામાં આવ્યો છે અને એક સિલિન્ડર અહીં રૂ.881 નાં ભાવે મળશે. બજેટથી વાણિજ્યિક ગેસ સિલિંડરોની કિંમતમાં રેકોર્ડ રૂ. 224.98 નો વધારો કરવામાં આવ્યો હતો. ટ્રેડર્સને કોમર્શિયલ સિલિન્ડર માટે 1550.02 રૂપિયા ચૂકવવા પડે રહ્યા છે. જોકે, તે સમયે ઘરેલું ગેસ સિલિન્ડર માટે રાહત આપવામાં આવી હતી. ઘરેલું ગેસ સિલિન્ડરો (14.2 કિગ્રા) નાં બજાર દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકોને 14.2 કિલો સિલિન્ડર ફક્ત 749 રૂપિયાનાં ભાવે મળતું હતું.

Gas Cylinder ચૂંટણી પૂર્ણ થતા જ દિલ્હીમાં Non-Subsidised ગેસ સિલિન્ડરનાં ભાવમાં થયો વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.