માઘ સ્નાનનો મહિમા/ ઠંડીમાં વહેલી સવારે દામોદર કુંડમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ કર્યું માઘ સ્નાન

કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી ન્હાવાથી ખસ, ધાધર જેવા રોગોમાંથી મુક્તિ મળે તેમજ આધ્યાત્મિક બળ મળે તે માટે માઘસ્નાન કરવામાં આવે છે. જેને લઈ આજે જુનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળના સંતો અને વિદ્યાર્થીઓએ માઘસ્નાનનો લ્હાવો લીધો હતો.

Gujarat Others
માઘ સ્નાન

વહેલી સવારમાં હાજા થીજાવી દે તેવી ઠંડીમાં ઠંડા પાણીથી ખુલ્લામાં સ્નાન કરી રહ્યા છે. હા આ દ્રશ્યો છે જુનાગઢ દામોદર કુંડ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળના વિદ્યાર્થીઓના. સ્વામિનારાયણના સંતો વિદ્યાર્થીઓએ માઘસ્નાન કર્યું હતું. માઘ સ્નાનનો પણ અનેરો મહિમા છે.

પરંપરા મુજબ માટીના માટલામાં ખુલ્લા મેદાનમાં આખી રાત પાણી ભરી રાખવામાં આવે છે જે બાદ વહેલી સવારે આ ઠંડા પાણીથી સ્નાન કરવામાં આવે છે. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા દામોદર કુંડ ખાતે સ્નાન કરવામાં આવ્યું હતું. માઘ સ્થનથી તેમની અંદર આધ્યાતિક બળ જાગે છે.જેને લઈ 150 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સ્નાન કર્યું હતું.

Untitled 17 4 ઠંડીમાં વહેલી સવારે દામોદર કુંડમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ કર્યું માઘ સ્નાન

સૂર્યથી શરૂ કરીને પ્રાતઃકાળની અવધી સુધીમાં માઘસ્નાનનો સમય ઋષિ-મુનિઓએ પુણ્ય આપનારો ગણાવ્યો છે.આકાશમાં તારા દેખાતા હોય અને જે સ્નાન કરવામાં આવે છે તેને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ સ્નાન કહેવામાં આવ્યું છે.સમુદ્રને મળતી કોઈપણ નદીમાં માઘ સ્નાન કરવામાં આવે તેને એક અઠવાડિયાનું ફળ પ્રાપ્ત થાય છે.

સમુદ્રમાં એક દિવસનાં સ્નાન કરવા માત્રથી આખા મહિનાનું સ્નાનનું ફળ મળે છે. તેઓ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલીમાં કેવી રીતે સામનો કરવો તે માટે સહનશીલતા જેવા ગુણોના વિકાસ થાય છે. જેમ ઝેર-ઝેરને મારે છે તેવી જ રીતે ઠંડીને ઠંડી મારે છે. ઉપરાંત માઘ સ્નાન કરવાથી શરીરની અંદર નવી ઉર્જાનો સંચાર થાય છે.તેમજ ખસ, ખરજવું અને ધાધર જેવા રોગો થતા નથી.

Untitled 17 5 ઠંડીમાં વહેલી સવારે દામોદર કુંડમાં ગુરૂકુળના વિદ્યાર્થીઓએ કર્યું માઘ સ્નાન

એક મહિના સુધી દરરોજ વહેલી સવારે આ સ્નાન કરવામાં આવે છે.શાસ્ત્ર મુજબ આ સ્નાનનું અનેરું મહત્વ છે. ત્યારે 150 જેટલા વિદ્યાર્થીઓએ સ્નાનનો લ્હાવો લીધો હતો.

આ પણ વાંચો:ભાવનગર મનપાની કામગીરી, દબાણો દૂર કરતા લોકોમાં રાહત

આ પણ વાંચો:વલસાડની ઉમરગામ જીઆઇડીસીની મેટલ ક્રાફટ કંપનીમાં લાગી ભીષણ આગ,ફાયર ટીમ ઘટનાસ્થળે

આ પણ વાંચો:રાજકોટ શહેર તથા જિલ્લાના વિવિધ લોકપ્રશ્નોની સર્વગ્રાહી સમીક્ષા કરતા રાઘવજી પટેલ