હુમલો/ ચોટીલામાં ફાયરિંગનો બનાવ, બે લોકોને પહોંચી ગંભીર ઇજા

 @સચિન પીઠવા, સુરેન્દ્રનગર   ચોટીલાના ખેરડીમાં કરિયાણાની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતાં હુમલાખોર ઝઘડો કરી જતો રહ્યો હતો. પછી બીજા શખ્સોને કારમાં બેસાડી પાછા આવ્યા બાદ અને આતંક મચાવ્યો હતો. ઘરના ડેલાની અંદર ઘુસે નહીં એ માટે ધક્કો મારીને ઉભેલા રામજીભાઇના બે પુત્રવધૂ ભારતીબેન અને જાગુબેન ડેલાને વીંધીને આવેલી ગોળીથી ગંભીર રીતે ઘવાયા હતા. […]

Gujarat
IMG 20210706 WA0058 ચોટીલામાં ફાયરિંગનો બનાવ, બે લોકોને પહોંચી ગંભીર ઇજા

 @સચિન પીઠવા, સુરેન્દ્રનગર

 

ચોટીલાના ખેરડીમાં કરિયાણાની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડતાં હુમલાખોર ઝઘડો કરી જતો રહ્યો હતો. પછી બીજા શખ્સોને કારમાં બેસાડી પાછા આવ્યા બાદ અને આતંક મચાવ્યો હતો. ઘરના ડેલાની અંદર ઘુસે નહીં એ માટે ધક્કો મારીને ઉભેલા રામજીભાઇના બે પુત્રવધૂ ભારતીબેન અને જાગુબેન ડેલાને વીંધીને આવેલી ગોળીથી ગંભીર રીતે ઘવાયા હતા. એમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આ ચકચારી ભરી ઘટનામાં જયરાજ વલકુભાઇ સહિત છ સામે હત્યાની કોશીષનો ગુનો દાખલ કરી વધુ તપાસ ચોટીલા પોલિસે હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં ઘાયલ સસરા-વહૂઓને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

IMG 20210706 WA0062 ચોટીલામાં ફાયરિંગનો બનાવ, બે લોકોને પહોંચી ગંભીર ઇજા

આ ચકચારી ભર્યા ફાયરીંગ કેસની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામમાં સામાન્ય બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બનવા પામી હતી. આ ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે મહિલા અને એક પુરુષ ઘટનામાં ગંભીર રીતે ઘવાતા એમને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ચકચારી ભર્યા ફાયરીંગ કેસમાં 10 જેટલા લોકો હથિયારો સાથે ડેલો તોડી ઘરમાં ઘુસીને ફાયરીંગ કર્યા હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જેમાં નસાની હાલતમાં આવી લોકોએ ધોકા પાઇપ સહિતના ઘાતક હથિયારો લઈ માર મારવામાં આવ્યો હતો.

IMG 20210706 WA0061 ચોટીલામાં ફાયરિંગનો બનાવ, બે લોકોને પહોંચી ગંભીર ઇજા

જેમાં ચોટીલા તાલુકાના ખેરડી ગામે અનાજની દુકાને ગાળો બોલવાની ના પાડતા થયેલા સામાન્ય ઝઘડાએ બાદમાં વરવું સ્વરૂપ ધારણ કરતા ફાયરિંગની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં ફાયરીંગમાં ઇજાગ્રસ્ત બનેલી મહિલા જગુબેન અશોકભાઇ ( ઉંમર 25 વર્ષ )ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. આ ફાયરીંગની ઘટનામાં ભારતીબેન પ્રવીણભાઈ અને રામજીભાઈ નસાભાઈ પણ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યારે ફાયરીંગ કરનારામાં જયરાજ વલકુભાઈ ધાંધલ સહિત 10 લોકોના નામો ખુલવા પામ્યાં છે. હાલ ચોટીલા પોલીસે ફાયરિંગનો ગુન્હો નોંધી નાસી છુટેલા આરોપીઓને ઝબ્બે કરવાની સાથે રાજકોટ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના નિવેદનો લઇ તપાસ હાથ ધરી છે.