સવાલ/ ઘઉં પીએમ મોદીના છે? મેઘાલયના રાજ્યપાલે કેમ આવો સવાલ કરવો પડયો?

મેઘાલય ના મલિકે ખેડૂતોના મુદ્દે ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. મલિકે કહ્યું કે શું ઘઉં પીએમ મોદીના છે? ખેડૂતોનું આંદોલન ફરી થશે,

Top Stories India Trending
મેઘાલય

મેઘાલય ના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મલિકે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે જ્યારે CBI કરોડોની લાંચની ઓફર વિશે પૂછશે ત્યારે હું તેમનું નામ જણાવીશ. મેઘાલય ના મલિકે કહ્યું કે જ્યારે મેં પીએમ નરેન્દ્ર મોદીને આ વાત કહી તો તેમણે મને સમર્થન આપ્યું. પીએમએ કહ્યું કે તેઓ ભ્રષ્ટાચાર સાથે કોઈ બાંધછોડ નહીં કરે. સત્યપાલ મલિકે આ વાત હનુમાનગઢ જિલ્લાના સંગરિયામાં એક કાર્યક્રમમાં કહી હતી. મલિકે કહ્યું કે યુપીમાં બીએસપીના કારણે ભાજપને જીત મળી છે. બસપાએ પડદા પાછળ ટેકો આપ્યો હતો. જેના કારણે ભાજપને જીત મળી છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને મેઘાલયના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર ‘અંબાણી’ અને ‘આરએસએસ સાથે જોડાયેલ વ્યક્તિ’ની બે ફાઈલો ક્લિયર કરવાના બદલામાં કરવાની હતી, પરંતુ તેઓએ આ સોદો ફગાવી દીધો હતો. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવા કહ્યું હતું. મલિકે અદાણી-અંબાણીને મોદીના મિત્ર કહ્યા.

મલિકે ખેડૂતોના મુદ્દે ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. મલિકે કહ્યું કે પીએમ મોદી ઘઉંની નિકાસની વાત કરે છે પણ શું ઘઉં પીએમ મોદીના છે? ખેડૂતોનું આંદોલન ફરી થશે, મોટા પાયે થશે. MSP ખેડૂતોની જીવાદોરી છે. સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પીએમ મોદીએ ઘઉંની નિકાસ કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર બાદ હવે વારાણસીમાં અજાનના સમયે હનુમાન ચાલીસાનું પઠન