Political/ ભૂપેશ બઘેલનો UP મુખ્યમંત્રીને લઇને કર્યો કટાક્ષ, કહ્યુ- આ યોગી આદિત્યનાથ છે કે બુલડોઝરનાથ?

ભૂપેશ બઘેલે કહ્યું કે નાથ સંપ્રદાયમાં ગરીબો, વંચિતોને ગળે લગાવવાની પરંપરા છે, યોગીજી, તમને શું થયું કે તમે ગરીબોનાં ઘર પર બુલડોઝર ચલાવવા લાગ્યા, તમે યોગી આદિત્યનાથ છો કે બુલડોઝર નાથ છો?

Top Stories India
ભૂપેશ બઘેલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રવિવારે ગોરખપુરનાં પાંચા દેવી પાર્કની પ્રતિજ્ઞા યાત્રામાં પહોંચ્યા હતા. તેમની સાથે છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હાજર હતા. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતા ભૂપેશ બઘેલે યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. ભૂપેશ બઘેલે કહ્યું કે નાથ સંપ્રદાયમાં ગરીબો, વંચિતોને ગળે લગાવવાની પરંપરા છે, યોગીજી, તમને શું થયું કે તમે ગરીબોનાં ઘર પર બુલડોઝર ચલાવવા લાગ્યા, તમે યોગી આદિત્યનાથ છો કે બુલડોઝર નાથ છો?

આ પણ વાંચો – પોપ સાથે ઉષ્માભેર મુલાકાત / પોપ ફ્રાન્સિસ સાથે વેટિકનમાં ઉષ્માભેર મુલાકાત કરતા વડાપ્રધાન મોદી, ભારત આવવા આપ્યું આમંત્રણ

ભૂપેશ બઘેલે કહ્યું, ‘આ ધરતી કબીર, આ ધરતી ભગવાન બુદ્ધ… ગુરુ ગોરખનાથની ભૂમિ, જ્યાં કરુણા, પ્રેમ, દયા અને ભાઈચારો છે. અહીંથી સમગ્ર દુનિયામાં સંદેશો ગયો પણ મને એ નથી સમજાતું કે નાથ સંપ્રદાયમાં ગરીબો, વંચિતોને, ખેડૂતોને, મજૂરોને ગળે લગાડવાની પરંપરા છે પણ યોગી આદિત્યનાથ જી… તમને શું થયું કે તમે ગરીબોનાં ઘરોમાં બુલડોઝર ચલાવવા લાગ્યા? તમે યોગી આદિત્યનાથ છો કે તમે બુલડોઝરનાથ છો? બઘેલ અહીં જ અટક્યા નહીં. તેમણે વધુમાં કહ્યું કે, ‘પ્રેમ વહેંચવાને બદલે બદલો લેવા લાગ્યા, એ લોકો જેમણે તમને પાંચ વખત સાંસદ બનાવ્યા… ઉત્તર પ્રદેશનાં લોકો જેમણે તમને પાંચ વર્ષ શાસન કરવા માટે મુખ્ય પ્રધાન બનાવ્યા અને એ જ યોગી આદિત્યનાથ, ખેડૂતો, મજૂરોનાં ઘરોમાં બુલડોઝર દોડાવા લાગ્યા. અરે, તેમનું નામ બુલડોઝરનાથ હોવું જોઈએ, આદિત્યનાથ નહીં.

આ પણ વાંચો – ગજબ ફેશન / ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ

આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધીએ ગોરખપુરનાં ચંપા દેવી પાર્કમાં આ સંકલ્પ રેલી કરી હતી. આ દરમિયાન તેમણે ખેડૂતોની લોન માફ કરવા, વીજળી બિલ અડધું કરવા, 40 ટકા બેઠકોમાં મહિલાઓની ભાગીદારી, 20 લાખ લોકોને રોજગાર આપવા જેવા વચનો આપ્યા હતા.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ મંચ પરથી બોલતા કહ્યું કે બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખનઉમાં કહ્યું હતું કે હવે યુપીમાં ગુનેગારો શોધવા હોય તો દૂરબીન જોઈએ. પરંતુ તેમની સાથે સ્ટેજ પર અજય મિશ્રા ટેની બેઠા હતા. હું કહું છું કે દૂરબીન મુકો અને ચશ્મા પહેરો. આ અજય મિશ્રા ટેની છે, જેના પુત્રએ ખેડૂતોને જીપનાં પૈડા નીચે કચડી નાખવાનું કામ કર્યું હતું.