Not Set/ કોલકતાનાં પૂર્વ પો.કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી, દીદીનાં મોઢાં પર ચિંતાની રેખા

શારદા ચિટ ફંડ કૌભાંડમાં જેમની સામે પુરાવાનો નાશ કરવાનો આક્ષેપ લગાવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા પં.બગાળમાં રાજકીય ડ્રામા શરૂ થવાની સાથે સાથે પોલીસ વિરૂધ પોલીસ આવી જતા સમગ્ર દેશમાં ચકચાર જોવા મળ્યો હતો. cbi દ્રારા crpfનો ઉપયોગ કરી કોઇ વોરંટ કે રાજ્ય સરકારને જાણ કર્યા વિના સીધી ધરપકડ કરવા cbi રાજીવ કુમારનાં ઘરે […]

Top Stories India Politics
sc કોલકતાનાં પૂર્વ પો.કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી, દીદીનાં મોઢાં પર ચિંતાની રેખા

શારદા ચિટ ફંડ કૌભાંડમાં જેમની સામે પુરાવાનો નાશ કરવાનો આક્ષેપ લગાવી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા પં.બગાળમાં રાજકીય ડ્રામા શરૂ થવાની સાથે સાથે પોલીસ વિરૂધ પોલીસ આવી જતા સમગ્ર દેશમાં ચકચાર જોવા મળ્યો હતો. cbi દ્રારા crpfનો ઉપયોગ કરી કોઇ વોરંટ કે રાજ્ય સરકારને જાણ કર્યા વિના સીધી ધરપકડ કરવા cbi રાજીવ કુમારનાં ઘરે પહોંચી અને પછી જે થયું તે દેશે જોયું છે.

sc1 કોલકતાનાં પૂર્વ પો.કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી, દીદીનાં મોઢાં પર ચિંતાની રેખા

આજ પં.બંગાળ પોલીસનાં સનદી આધિકારી અને  પૂર્વ કોલકતા કમિશનર રાજીવ કુમારની મુશ્કેલીમાં SCનાં ઓર્ડર બાદ વધારો થયો છે અને સુપ્રિમે રાજીવ કુમારની ધરપકડ ન કરવાનો આપેલા હુકમ રીવોક કરતા, રાજીવ કુમાર માથે ધરપકડનાી તલવાર ફરી લટકતી થઇ ગઇ છે.

sc2 કોલકતાનાં પૂર્વ પો.કમિશનર રાજીવ કુમારની મુશ્કેલી વધી, દીદીનાં મોઢાં પર ચિંતાની રેખા

શરધા ચિટ ફંડ કૌભાંડનાં  કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઈ તેની નોકરી કરી રહી છે અને તેને તેવું કરવાનો પુરો હક છે. પોતાની ફરજનાં ભાગ રૂપે સુપ્રિમ કોર્ટ દ્રારા cbiની રાજીવકુમારની ધરપકડ પર  મનાય હુકમને  દૂર કરવાની માંગને ગ્રાહ્ય રાખી હતી. તો સાથે સાથે રાજીવ કુમારને પણ કોર્ટે 7 દિવસનો સમય આપ્યો છે. ઘરપક્ડ પર નાં સ્ટેને ઉઠાવવાનો અમલ  7 દિવસ પછી કરવામાં આવે તેવો કોર્ટ દ્રારા આદેશ કરવામા આવ્યો છે. કોર્ટે રાજીવ કુમારને 7 દિવસ, જામિન અરજી મુકવાનો સમય આપ્યો છે.