પ્રદુષણ/ વાયુ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા નવા ઓટો રિક્ષા ચાલકોની સંખ્યા નિયંત્રિત કરવા થઇ PIL

ગુજરાતમાં વાયુ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે નવા ઓટો રિક્ષા ચાલકોની સંખ્યા નિયંત્રિત કરવાનાં ઉદ્દેશ સાથે ગુજરાત હાઇકોર્ટમાં 
જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

Gujarat Others
auto rikshaw વાયુ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા નવા ઓટો રિક્ષા ચાલકોની સંખ્યા નિયંત્રિત કરવા થઇ PIL

ગુજરાતમાં વાયુ પ્રદુષણને નિયંત્રણમાં રાખવા માટે નવા ઓટો રિક્ષા ચાલકોની સંખ્યા નિયંત્રિત કરવાનાં ઉદ્દેશ સાથે ગુજરાત હાઇકોર્ટમાં
જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રિક્ષાઓની સંખ્યા નિયંત્રિત કરવાની રજૂઆત કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રદૂષણને જોતા રિક્ષા ચાલકોની સંખ્યા વધી છે.

અરજદાર દ્વારા પોતાની અરજીમાં કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે, ગુજરાતમાં પ્રદૂષણ સ્તર જોતા એક વ્યક્તિને એક જ પરમીટ મળે અને નવા રિક્ષા ચાલકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવે. જૂના બેઝવાળા રિક્ષા ચાલકો સિવાય તમામ નવા રિક્ષા ચાલકોને મર્યાદિત કરવામાં આવે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ જાહેર હીતની અરજી ઉપર વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

RIZWAN

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…