Election/ રાજકોટના 18 વોર્ડ માં 72 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન શરૂ થતા લોકો સવારે 7 વાગ્યાથી જ બુથ પર મતદાન કરવા પહોંચ્યા હતા. કોરોનાના કારણે આ વર્ષે મતદાન કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે શરૂ થયું છે

Top Stories
voting 3 રાજકોટના 18 વોર્ડ માં 72 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન શરૂ થતા લોકો સવારે 7 વાગ્યાથી જ બુથ પર મતદાન કરવા પહોંચ્યા હતા. કોરોનાના કારણે આ વર્ષે મતદાન કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે શરૂ થયું છે. બુથ પર મતદાન પહેલા મતદારોનું થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવે છે, ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મતદાન કરવામાં આવી રહયું છે.

Image result for image of thermal scanning of voters in gujarat

 

Election / આજે 6 મહાનગરપાલિકાની 64 બેઠકો પર 1.14 લાખ કરતાં વધારે મતદાતાઓને ઉમેદવાર પસંદગીનો મોકો

રાજકોટમાં આજે સવારથી મતદાન શરુ થયું છે અને સાંજના 6 વાગ્યા સુધી રાજકોટ મહાનગર પાલિકાની 18 વોર્ડની 72 બેઠક માટે મતદાન થવાનું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન શરુ થઈ ચુક્યું છે અને તેમાં 567001 પુરુષ અને 526970 મહિલા અને 20 અન્ય કેટેગરીના મતદારો મળીને કુલ 1093991 મતદારો નોંધાયા છે. શહેરના 991 મતદાન મથકમાં સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

 

Election / 6 મનપાની 575 બેઠક માટે આટલાં ઉમેદવારો મેદાનમાં, કોણ મારશે બાજી…?

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…