Not Set/ 32 વર્ષના યુવકે ગેટઅપ બદલ્યો, 81 વર્ષના દાદા બની અમેરિકા જવા પ્રયત્ન કર્યો,આ રીતે પકડાયો

તમે વેશ બદલીને છેતરપિંડીના ઘણા કેસો સાંભળ્યા અને વાંચ્યા હશે. દેશની રાજધાની દિલ્હીમાં પોતાની ઉંમર બદલીને વિમાનમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરનાર એક યુવાનની ધરપકડ થતાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં, દિલ્હીની રાજધાની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સીઆઈએસએફના જવાનોએ 32 વર્ષીય યુવકને 81 વર્ષીય વ્યક્તિના રૂપમાં વિદેશ પ્રવાસ દરમિયાન ધરપકડ કરી હતી. તેની […]

Top Stories India
AAAAAAAAAAAAAAAAAmahi 2 32 વર્ષના યુવકે ગેટઅપ બદલ્યો, 81 વર્ષના દાદા બની અમેરિકા જવા પ્રયત્ન કર્યો,આ રીતે પકડાયો

તમે વેશ બદલીને છેતરપિંડીના ઘણા કેસો સાંભળ્યા અને વાંચ્યા હશે. દેશની રાજધાની દિલ્હીમાં પોતાની ઉંમર બદલીને વિમાનમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરનાર એક યુવાનની ધરપકડ થતાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં, દિલ્હીની રાજધાની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સીઆઈએસએફના જવાનોએ 32 વર્ષીય યુવકને 81 વર્ષીય વ્યક્તિના રૂપમાં વિદેશ પ્રવાસ દરમિયાન ધરપકડ કરી હતી.

તેની ઓળખ અમદાવાદના રહેવાસી જયેશ પટેલ તરીકે થઈ છે. સફેદ દાઢી, ચશ્મા અને ગામડાના પૌઢના પોષાકમાં આવેલો આ વ્યક્તિ ખરેખર 32 વર્ષનો જ હતો. તેના પર શંકા જતા અને તેના ચહેરા પરની ચમક જોઈને લાગ્યુ કે તે 81 વર્ષનો હોઈ જ ન શકે. તેથી સીઆઈએસએફના જવાનો તેને પકડી દિલ્હી પોલિસના હવાલે કરી દીધો હતો. તેની પાસેના પાસપોર્ટમાં પણ તેનો ચહેરો 81 વર્ષના પૌઢ જેવો જ હતો.

સીઆઈએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું રાત્રે 8 વાગ્યે IGI  એરપોર્ટેના ટર્મિનલ -3 પર  વ્હીલચેરમાં આ વ્યક્તિ પહોંચે છે. તે રાત્રે 10.45 મિનિટની ફ્લાઈટથી ન્યૂયોર્ક પર જવાની તૈયારીઓ કરી રહ્યો હતો.  જ્યારે સલામતીના કારણોસર  તે મેટલ ડિટેક્ટર ગેટથી પસાર થતા સીઆઈએસએફ CISF ના જવાનોને તેના પર શંકા ગઈ હતી. તેથી તેની કડકાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો.

સૈનિકોએ યુવકની ચાલ જોઈને શંકા કરી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને કસ્ટડીમાં તેની તપાસ કરવામાં આવી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે મેક-અપ કર્યો છે. તેનું અસલી નામ જયેશ છે. તેણે કેમ કપડાં બદલાયા હતા તે માટે ગુજરાત પોલીસનો સંપર્ક કરીને તેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અન્ય એક કિસ્સામાં, રવિવારે સાંજે એક અફઘાન નાગરિકને સુરક્ષા કર્મચારીઓએ પકડ્યો હતો. તે માલિન્ડો એરલાઇન્સ દ્વારા કુઆલાલંપુર જવા માટે એરપોર્ટ પહોંચ્યો હતો. શોધખોળમાં તેની પાસેથી બે પાસપોર્ટ મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.