Not Set/ ગુજરાત અને મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં પક્ષાંતર કરનારા જીત્યા તેનું કારણ…

ગુજરાત અને મધ્યપ્રદેશના પરિણામો ભાજપની તરફેણમાં આવાવનું કારણ કોંગ્રેસની નબળાઈ  છે આ લોક ચુકાદાઓને પક્ષાંતરને બહાલી ગણવાની વાત કોઈ રીતે વ્યાજબી નથી. ગુજરાતની વાત કરીએ તો ૨૦૧૭માં કોંગ્રેસમાં પક્ષપલ્ટો કરનારા ૧૪ પૈકી ૯ને ભાજપની ટિકિટ મળી તેમાંથી ૭ ધારાસભ્યો હાર્યા હતા.

Top Stories Mantavya Vishesh
himmat thhakar 1 ગુજરાત અને મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં પક્ષાંતર કરનારા જીત્યા તેનું કારણ...

જેને ઘણા રાજકીય વિશ્લેષકો મીની ચૂંટણી કહે છે તેવી બિહારની વિધાનસભાની ૨૪૩ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને ૧૦ રાજ્યોની ૫૯ બેઠકો માટેની પેટા ચૂંટણીઓમાં ભાજપનો વિજય વાવટો ફરક્યો. બિહારમાં ભાજપે તેમના એન.ડી.એ.ના સાથીપક્ષ જેડીયુ કરતાં વધારે બેઠકો મેળવી તો ૧૧ રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપને ૫૯માંથી ૪૦ બેઠકો મળી. તેમાં ભાજપને ચારેબાજુ ફાયદો જ થયો છે. ગેરફાયદો જરાય થયો નથી. ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યમાં તો ભાજપને વકરો એટલો નફો થયો છે.

આરોપ / નવાઝ શરીફની પુત્રીનો આરોપ, ઇમરાન સરકારે જેલમાં તેણીના બાથરૂમ…

મધ્યપ્રદેશમાં ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે પાંખી બહુમતી સાથે સત્તા કબ્જે કરી હતી પરંતુ જેની ખૂબ ઉપેક્ષા થઈ અને ૨૦૧૯ની ચૂંટણીમાં જેમનો  પરાજય થયો હતો તે મહારાજાના હુલામણા નામે ઓળખાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથેના ૧૮ વર્ષ જુના સંબંધો પર પૂર્ણવિરામ મુકી દીધું અને તેમને અનુસરતા તેમના ૨૨ ટેકેદાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને બેઠકો વિવિધ કારણોસર ખાલી પડી તેના કારણે ૨૮ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ ગઈ. જેના પરિણામ જાહેર થતાં ભાજપને ૧૯ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી. ભાજપે એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પોતાની સત્તા ટકાવવા માટે માત્ર ૮ બેઠકોની જરૂરત હતી ૧૯ મળી એટલે સત્તા જળવાઈ ગઈ અને મહારાજાની આબરૂ પણ જળવાઈ ગઈ. ગુજરાતમાં પેટા ચૂંટણી પણ કોંગ્રેસી ધારાસભ્યોના પક્ષપલ્ટા અને રાજીનામાના કારણે યોજાઈ હતી. હવે આ પેટા ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે પક્ષાંતર કરનારા ૨૨ પૈકી ૧૪ ધારાસભ્યો જીત્યા છે તો ગુજરાતમાં પેટા ચૂંટણી લડનારા પક્ષાંતર કરનારા કોંગ્રેસના ૮ પૈકી પાંચ ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા હતા. અને પાંચેય જીત્યા છે. તેમાંના બે ઉમેદવારોએ તો કોંગ્રેસના ઉમેદવાર પર સરસાઈ પણ ભૂતકાળ કરતાં સરસાઈ પણ વધારી છે.

AMERICA / અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી હાર્યા પછી પણ અઢી મહિના કેમ પદ પર …

Gujarat Bypolls Results 2020 Date and Time: Here's when, where and how to  watch Gujarat by-election results live

હવે મધ્ય પ્રદેશ અને ગુજરાતના લોક ચુકાદા કે જનાદેશ અંગે રાજકારણીઓ અને પ્રચાર માધ્યમો પોતાની રીતે મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. કચ્છમાં અબડાસાની બેઠક વિક્રમ સર્જક સરસાઈથી જીતનાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ તો પોતાના વિકાસ સાથે ચાલવાના પગલાને પ્રજાએ બહાલી આપી છે તેમ તેના અવતરણોને ટાંકીને કેટલાક વિશ્લેષકોએ એવો અર્થ પણ કર્યો છે કે પક્ષપલ્ટાને મતદારોએ બહાલી આપી છે. મતદારોએ પક્ષપલ્ટાને અવગણ્યો છે કેટલાક વળી એમ પણ કહે છે કે પક્ષ પલ્ટો જાે વિકાસ માટે થયો હોય તો તે પ્રજાને ગમે છે. ઘણા વિવેચકો અને હરખપદુડા રાજકારણીઓ એવો અર્થ કરે છે કે વડાપ્રધાન મોદીના કરિશ્માએ પક્ષપલ્ટો કરનારા રાજકારણીઓને નવજીવન બક્ષ્યું છે. મધ્યપ્રદેશની બાબતમાં પણ ત્યાંના ઘણા પ્રચાર માધ્યમોએ એ વાતની નોંધ લીધી છે કે મહારાજા જ્યોતિરાદિત્ય સિંધિયાને સમર્થન આપવા મતદારોએ તેના મોટા ભાગના ટેકેદારોને જીતાડ્યા છે. મધ્યપ્રદેશ હોય કે ગુજરાત ત્યાં ભાજપના ઉમેદવારો મોદીની પ્રતિભા અને ભાજપના સંગઠનના અભાવે જીત્યા છે. ગુજરાતમાં તો કોંગ્રેસ સબળ વિકલ્પ ન આપી શક્યા ના છુટકે લોકોને ભાજપને મત આપવા પડ્યા છે. તેવું કહે છે. જ્યારે મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથની ઓવર કોન્ફીડન્સ અને અમૂક પ્રસંગોએ કરેલો વાણીવિલાસ તેમના પક્ષને નડ્યો છે અને સિંધિયાના ટેકેદારોને ફળ્યો છે.

Gujarat elections: Bookies predict BJP's victory again | The Siasat Daily -  Archive

યુપી અને બિહારની પ્રજા છેલ્લી કેટલીક ચૂંટણીઓથી પ્રજા કોંગ્રેસને સબળ વિકલ્પ ગણતી જ નથી યુપીમાં તો વિધાનસભામાં અખિલેશની આંગળી પકડીને ચૂંટણી લડવા છતાં કોંગ્રેસને વિધાનસભામાં માત્ર સાત બેઠકો મળી હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાંધીની રાયબરેલીની બેઠક સિવાય એક પણ બેઠક કોંગ્રેસ જીતી નહોતી. એનસીપી સાથેના ગઠબંધન છતાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ છેલ્લી બે ચૂંટણીઓથી ચોથા સ્થાને છે. રાજસ્થાનમાં ગેહલોતને ભલે સ્થાનિક ચૂંટણીઓમાં સફળતા મળી હોય પરંતુ ત્યાં પણ અસંતોષનો ઉકળતો ચરૂ છે તે હજી જરાય શાંત પડ્યો નથી. પંજાબમાં કેપ્ટન ટક્યા છે પણ તેમની સામે નવજાેતસિંઘ સિંધુ ક્યારે મેદાને પડી અથવા ગુલાંટ મારે તે નક્કી નથી. ટૂંકમાં નેતાગીરી વિહોણી કોંગ્રેસ દેશના મોટાભાગના રાજ્યોમાં જનાધારના મોરચે તળિયે પહોંચી ગઈ છે. તે વાત તો નોંધવી જ પડે.

Staring at bypoll rout in Gujarat, Congress hits out at BJP | Deccan Herald

ગુજરાત અને મધ્યપ્રદેશના પરિણામો ભાજપની તરફેણમાં આવાવનું કારણ કોંગ્રેસની નબળાઈ  છે આ લોક ચુકાદાઓને પક્ષાંતરને બહાલી ગણવાની વાત કોઈ રીતે વ્યાજબી નથી. ગુજરાતની વાત કરીએ તો ૨૦૧૭માં કોંગ્રેસમાં પક્ષપલ્ટો કરનારા ૧૪ પૈકી ૯ને ભાજપની ટિકિટ મળી તેમાંથી ૭ ધારાસભ્યો હાર્યા હતા. જાેકે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા એક (કુવરજી બાવળિયા) અને પછી એટલે કે લોકસભાની ચૂંટણી સાથે યોજાયેલી ધારાસભાની ૪ બેઠકોની પેટા ચૂંટણીમાં પક્ષાંતર કરનારા ચારેય ધારાસભ્યો જીત્યા હતા. જાેકે ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં પક્ષાંતર કરનારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ગુજરાતમાં પાંચ અને મધ્યપ્રદેશમાં ૧૪ પક્ષપલ્ટુઓ જીત્યા છે. પરંતુ તેનો અર્થ એવો ન કરી શકાય કે દરેક પક્ષપલ્ટો કરનારા ધારાસભ્યો કે લોકપ્રતિનિધિઓને પ્રજા આવકારે છે. લોકોના આવા ચૂકાદા મોટા ભાગના કિસ્સામાં પક્ષપલ્ટો કરનારા સામે મેદાને પડેલા પક્ષની નબળાઈના કારણે આવ્યા છે. સ્થઆનિક પરિસ્થિતિના કારણે તેઓ જીત્યા છે. અને કેટલાક કિસ્સામાં તેની વ્યક્તિગત લોકપ્રિયતા કામ કરી ગઈ છે. ગુજરાતમાં જે ટીમ ૨૦૧૭ બાદ ૧૫થી વધુ ધારાસભ્યોએ પક્ષાંતર કર્યું છે તેમાં બે સિવાયના તમામ જીત્યા છે.

જાેકે આ ચૂકાદાનો અર્થ એવો ન કરી શકાય કે લોકો દરેક પક્ષાંતરને આવકારે છે ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સંગઠનાત્મક નબળાઈ અને યોગ્ય રણનીતિનો અભાવ નડી ગયો છે. જનાદેશ એ આવકાર્ય જ છે. પરંતુ તેને પક્ષાંતરને બહાલી આપવાનું કહેનારા કોઈપણ રાજકારણી હોય કે પછી ગમે તે હોય તે સુધારામાં ગોથા ખાય છે. અથવા તો લોક ચુકાદાનું ખોટું અર્થઘટન કરે છે તે વાત નોંધવી જ પડે તેમ છે. પક્ષ પલ્ટો લોકોને ગમતો નથી પરંતુ ઘણીવાર જાે કે ગમણા મોટા ભાગના કિસ્સામાં પ્રજા એટલા માટે ચલાવી લે છે કે પક્ષાંતર કરનાર ઉમેદવારની લોકોમાં પક્કડ છે. તેનો જનાધાર છે તો સામે પક્ષે યોગ્ય વિકલ્પનો અભાવ છે. તેમ પણ કહી શકાય. ગુજરાત કે મધ્ય પ્રદેશની પેટા ચૂંટણીઓના પરિણામો માટે પક્ષાંતરને બહાલી તેવું અર્થઘટન કરી શકાય નહિ. પક્ષાંતર કરનારાઓ ભાજપ માટે આયાતી ઉમેદવાર હતા છતાં કેમ જીત્યા તે માટે પહેલા કોંગ્રેસે આત્મ મંથન કરવું પડે (જો  તેનામા આત્મા હોય તો) બીજી બાજુ નિષ્ઠાવાનોને કોરે મૂકી ઉમેદવારો બીજા પક્ષમાંથી આયાત કેમ કરવા પડે છે અને તેના માટે બધી તાકાત કામે કેમ લગાડવી પડે છે. તે માટે ભાજપે આત્મમંથન કરવાની જરૂરત છે.