Not Set/ PI એ આરોપી પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ, આરોપીએ કર્યો વીડિયો વાયરલ

ઉના: આરોપીઓ દ્વારા પોલીસ સામે અત્યાર સુધી કસ્ટોડિયન ડેથ, માર મારવા જેવા આક્ષેપો કરવામાં આવતા હતા. પરંતુ ઉના પોલીસ સ્ટેશનના PI (પીઆઈ) ખાંભલા સામે એક આરોપીએ પોતાની પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ મૂક્યો છે. જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહિ, આ ઘટના અંગે આરોપીએ પોતાની આપવીતી જણાવતો એક વીડિયો […]

Top Stories Gujarat Others Trending
PI accused the accused of having oral sex, The accused made the video viral

ઉના: આરોપીઓ દ્વારા પોલીસ સામે અત્યાર સુધી કસ્ટોડિયન ડેથ, માર મારવા જેવા આક્ષેપો કરવામાં આવતા હતા. પરંતુ ઉના પોલીસ સ્ટેશનના PI (પીઆઈ) ખાંભલા સામે એક આરોપીએ પોતાની પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ મૂક્યો છે. જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહિ, આ ઘટના અંગે આરોપીએ પોતાની આપવીતી જણાવતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

જો કે આ ઘટના અંગે ઉના પોલીસ મથકના પીઆઇ (PI) એ નકારી દીધા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે, આરોપી જે આરોપ મૂકી રહ્યો છે તે તદ્દન ખોટો છે. આ આરોપીની 20 દિવસ અગાઉ કલમ 151 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર જ નહિ પણ સમગ્ર ગુજરાત પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં ઉના પોલીસ મથકના પીઆઈ ખાંભલા સામે એક આરોપીએ એવા પ્રકારનો ગંભીર આક્ષેપ મૂક્યો છે કે, સમગ્ર પોલીસ તંત્ર હચમચી ગયું છે. એક આરોપીએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો વાયરલ કર્યો છે.

આ વીડિયોમાં આરોપી કહે છે કે, મારૂ નામ પ્રકાશગીરી ગોસ્વામી છે, જે તે સમયે ભાચાના મણીલાલ અને તેના પિતાએ મારા વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી, જેની મને ખબર પણ નહોતી.

આ મામલે અચાનક ઉના પોલીસ મને ઉઠાવી ગઇ હતી. આખી રાત સુધી લોકઅપમાં રાખી બીજા દિવસે સવારે પીઆઇ ખાંભલાની ચેમ્બરમાં લઇ ગયા હતા. જ્યાં ખાંભલાએ જ્ઞાતિ પ્રત્યે એલફેલ બોલ્યા હતા. આ પછી બે કોન્સ્ટેબલે પકડી મારી પાસે ખાંભલાએ ઓરલ સેક્સ કરાવ્યું હતું. બાદમાં બન્ને કોન્સ્ટેબલે મને ઢીકાપાટુનો માર માર લોકઅપમાં પૂરી દીધો હતો.

આ વીડિયોમાં પ્રકાશ પોતે રડી રહ્યો છે. આ સાથે તે પોલીસ પોતાને મારી નાખશે તેવી ભીતિ પણ વ્યક્ત કરીને કલેક્ટર અને મામલતદારને પોતાની મદદ કરવા વિનંતી કરે છે.