GRISHMA MURDER CASE/ ગ્રીષ્મા મર્ડર કેસમાં બચાવ પક્ષના વકીલ રહ્યા ગેરહાજર, તારીખ લંબાવાઈ

યુવતીની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ સમગ્ર ઘટના ઘણી ચર્ચામાં આવી ગઈ. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે…

Top Stories Gujarat Surat
Grishma Vekaria Murder Case : The defense counsel was absent

સુરતમાં આવેલા પાસોદરા વિસ્તારમાં ગ્રીસમાં વેકરીયાની જાહેરમાં ફેનીલ ગોયાનીએ એક તરફી પ્રેમમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી. તો આ કેસમાં બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. જેથી 21 એપ્રિલે સેશસ કોર્ટે ચુકાદો આપી શકે છે. ઉપરાંત આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માંગ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. યુવતીની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ સમગ્ર ઘટના ઘણી ચર્ચામાં આવી ગઈ. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. જોકે સુરત કોર્ટ દ્વારા મેડિકલ રિપોર્ટ્સ મોબાઈલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થયેલા આરોપીઓની જુબાની લઈ કુલ 105 જેટલા સાક્ષાઓની જુબાની લેવામાં આવી હતી. આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું અને 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારે આજની સુનાવણી ટળતા 21 એપ્રિલે કેસનો સંભવત ચુકાદો આવી શકે છે.

આ કેસમાં ગુજરાતની નજર છે ત્યારે આરોપીને કડકમાં કડક સજા અપાવવા માટે પોલીસ સહિત સરકારે પણ આ કેસમાં પોતાની અંગત રસ દાખવ્યો છે.

આ પણ વાંચો: Poison Pill / એલોન મસ્કના પ્લાનને માત આપવા ટ્વિટરે અપનાવી આ ખાસ પદ્ધતિ

આ પણ વાંચો:  પાણીનો પોકાર / સાંતલપુરમાં પાણી માટે રઝળપાટ, લોકો કેનાલનું દૂષિત પાણી પીવા બન્યા મજબૂર