Rajkot/ રાજકોટ અગ્નિકાંડની ભયા વત આપબીતી, 2 કલાક પહેલા દર્દીએ કહ્યું, બધું બરાબર છે, અને પછી….

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં 5 દર્દીનોના કરુણ મોત થયા હતા. કોરોના ની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ નો જીવ ભયંકર આગે લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

Gujarat Rajkot
a 227 રાજકોટ અગ્નિકાંડની ભયા વત આપબીતી, 2 કલાક પહેલા દર્દીએ કહ્યું, બધું બરાબર છે, અને પછી....

ગુજરાતમાં દિવાળી બાદ વકરેલા કોરોના વાયરસે ભારે તબાહી મચાવી દીધી છે, ત્યારબાદ રાજ્યમાં દરરોજ મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે, તો બીજી બાજુ રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવેલી કોરોના હોસ્પિટલ હવે જાણે એક પ્રકારે સ્મશાન જ બની ગયા હોય એવું સાબિત થઇ રહ્યું છે.

એમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં 5 દર્દીનોના કરુણ મોત થયા હતા. કોરોના ની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ નો જીવ ભયંકર આગે લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
આ ઘટના અંગે હવે એક ભયાવહ આપબીતી સામે આવી છે, જેને વાંચીને તમે પણ રડી પડશો..

આ હોસ્પિટલની આગમાં ૫ લોકોના મોત થયા છે,જેમાં કેશુભાઈ અકબરીનો પણ સમાવેશ થાય છે. જો કે આ ઘટનાના 2 કલાક પહેલા જ તેમને પરિવારને ફોન પર કહ્યું હતું કે બધું બરાબર છે. પણ 2 કલાક બાદ આગને કારણે તેમનો જીવ ગયો હતો.

આ અંગે જણાવતા કેશુભાઈ ના પુત્ર વિવેકભાઇએ કહ્યું કે, રાત્રે 11 વાગ્યે તેમના પિતાએ કોલ કરીને કહ્યું હતું કે બધું સારું છે. બે દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવાના હતા. હોસ્પિટલ દ્વારા અમને આગની જાણકારી પણ અપાઈ નહોતી પણ માલવિયા પોલીસ સ્ટેશનમાંથી રાત્રે કોલ આવ્યો હતો ત્યારબાદ તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…