ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 1318 નવા કેસ આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 222811 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 13 લોકોનાં મૃત્યુ થયા છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1550 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 204661 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14027 છે.
નોધનીય છે કે આજ રોજ ડાંગ જીલ્લામાં કોરોના ને કારને પ્રથમ મોત નોધાયું છે. આહવાના કિરણ એસ બારીયાનું સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૂળ પંચમહાલ ના અને આહવા એમ ટી શાખામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય કિરણભાઈનો આજે જ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
*છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતો *
અમદાવાદ 280
સુરત 212
વડોદરા 175
ગાંધીનગર 57
ભાવનગર 22
બનાસકાંઠા 41
આણંદ 5
રાજકોટ 135
અરવલ્લી 6
મહેસાણા 52
પંચમહાલ 21
બોટાદ 6
મહીસાગર 13
ખેડા 28
પાટણ 40
જામનગર 40
ભરૂચ 11
સાબરકાંઠા 21
ગીર સોમનાથ 7
દાહોદ 8
છોટા ઉદેપુર 4
કચ્છ 18
નર્મદા 17
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 3
નવસારી 2
જૂનાગઢ 22
પોરબંદર 1
સુરેન્દ્રનગર 19
મોરબી 18
તાપી 5
ડાંગ 3
અમરેલી 23