Not Set/ વિકાસ દુબેની ઉલટી ગણકરી શરૂ, તેના બે સાથીઓને પોલીસ કર્યા ઠાર

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં ગત સપ્તાહે આઠ પોલીસ જવાનોની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની શોધખોળ થઇ રહી છે. ગુરુવારે પોલીસે બે એન્કાઉન્ટર કર્યા છે – એક કાનપુરમાં અને બીજું ઇટાવાહમાં. જેમા દુબેનાં બે સાથીઓ ઠાર કરવામાં આવ્યા છે. જોકે, હજી સુધી વિકાસ દુબેનાં કોઈ સમાચાર મળ્યા નથી. કાનપુર પોલીસે જણાવ્યું છે કે, […]

India
72bc3db55f9b70944e15f91c5baa9d97 1 વિકાસ દુબેની ઉલટી ગણકરી શરૂ, તેના બે સાથીઓને પોલીસ કર્યા ઠાર

ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં ગત સપ્તાહે આઠ પોલીસ જવાનોની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપી અને કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેની શોધખોળ થઇ રહી છે. ગુરુવારે પોલીસે બે એન્કાઉન્ટર કર્યા છે – એક કાનપુરમાં અને બીજું ઇટાવાહમાં. જેમા દુબેનાં બે સાથીઓ ઠાર કરવામાં આવ્યા છે. જોકે, હજી સુધી વિકાસ દુબેનાં કોઈ સમાચાર મળ્યા નથી.

કાનપુર પોલીસે જણાવ્યું છે કે, આ એન્કાઉન્ટરમાં દુબેનાં સાથી પ્રભાત મિશ્રાનું મોત નીપજ્યું છે, તેની બુધવારે ફરીદાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લાવી રહી હતી, તે દરમિયાન તે પોલીસ પર હુમલો કરીને ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો, જે દરમિયાન એન્કાઉન્ટર દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રભાત મિશ્રાને કાનપુર લાવતાં પોલીસ કારનાં ટાયરને પંકચર થયું હતું, જેને તેઓ ઠીક કરવામાં રોકાયેલા હતા, આ દરમિયાન આરોપીએ એક પોલીસ કર્મચારી પાસેથી રિવોલ્વર છીનવી લીધી હતી અને પોલીસ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તેને જવાબી કાર્યવાહીમાં ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

વળી યુપી પોલીસે ઇટાવામાં બીજુ એન્કાઉન્ટર કર્યું છે. જેમા વિકાસ દુબેનાં સાથીની પણ હત્યા થઈ છે. ગુનેગાર પર 5 હાજરનું ઇનામ હતું. વરિષ્ઠ પોલીસ અધિકારી આકાશ તોમારે જણાવ્યું હતું કે, સવારે 3 વાગ્યાની આસપાસ એક સ્વિફ્ટ ડિઝાયરને સ્કોર્પિયોમાં બેઠેલા ચાર હથિયારધારી લોકોએ લૂંટી લીધા હતા. ભાગી જવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે તેમને લગભગ એક કલાક પછી રોક્યા. જ્યારે તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં એક અજાણ્યા વ્યક્તિને અનેક ગોળીઓ વાગી હતી. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. બાદમાં તેની ઓળખ વિકાસ દુબેનાં ભાગીદાર રણબીર તરીકે થઈ. એન્કાઉન્ટમાં પોલીસને એક પિસ્તોલ, એક ડબલ બેરલ ગન અને ઘણા કારતૂસ મળી આવ્યા છે. રણબીર સાથે આવેલા અન્ય ત્રણ બદમાશો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.