સુરત/ મોબાઈલ બન્યો મોતનું કારણ, સુરતના કીમમાં 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

સુરતમાં મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને માતાએ મોબાઈલ મૂકી કામ કરવાનું કહેતા યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

Gujarat Surat
Mantavyanews 17 મોબાઈલ બન્યો મોતનું કારણ, સુરતના કીમમાં 18 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

@નલિન ચૌધરી

Surat Nrews: સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કિમ ગામે માતાએ મોબાઈલ મૂકી ઘરકામ કરવા માટે કહેતા યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ  કીમના આશિયાના નગર વિસ્તારનાં વોર્ડ.2માં રહેતા સાબીર જમ્માનઅલી  કુરેશી છૂટક ડ્રાઈવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવી પત્ની અને દીકરી સાથે રહે છે.તેમની દીકરી રૂકસાર કુરેશી(ઉ.વ.18)ને તેની માતાએ મોબાઈલ મૂકી ઘરકામ કરવાનું કહેતા માઠું લાગી આવ્યું હતું.

નાની સલમાબેનના રૂમમાં છત ઉપર લોખંડની એંગલ સાથે લૂંગી જેવા કાપડનો છેડો બાંધીને તેનો એક છેડો પોતાના ગળામાં બાંધીને માતાની વાતથી નારાજ થઇ રૂકસાર કુરેશીએ ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીના પિતાએ સમગ્ર ઘટના અંગે  પોલીસને જાણ કરતા કિમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા