બોટાદમાં આવેલી નર્મદાની બ્રાંચ કેનાલમાં કાર ખાબકતાં ઘટના સ્થળે બે વ્યકિતઓનાં મોત થયા છે. ભાવનગરમાં રહેતો પરિવાર પોતાનું ખેતર જોવા માટે કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચનાખ તેમની કાર કેનાલમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો સ્થાનિકોએ કારમાં સવાર ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર બોટાદના સેંથળી ગામ પાસે રેફડા ગામની સીમમાં આવેલ નર્મદાની કેનાલનાં પાસેથી પસાર થઇ રહેલી કાર કેનાલમાં ખાબકી હતી. કારમાં સવાર પરિવાર ભાવનગરનાં સરદાર નગર સર્કલ પાસે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.