Not Set/ JNU હિંસા/ ભારતમાં વિદ્યાર્થીઓ કરતા ગાયોને વધુ મળે છે સુરક્ષા : ટ્વિંકલ ખન્ના

દેશની રાજધાનીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં રવિવારે થયેલી હિંસાનાં વિરોધમાં મુંબઇ અને ઉત્તર પ્રદેશ સહિત દેશનાં ઘણા સ્થળોએ પ્રદર્શનો ચાલી રહ્યા છે, આ હિંસાની ચારે બાજુએ આકરી ટીકા થઈ રહી છે, હવે વિદ્યાર્થીઓ પર થઇ રહેલા આ હુમલાને લઇને બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પ્રતિક્રિયા આપી છે, ટ્વિંકલ ખન્નાએ પોતાની ટ્વિટ દ્વારા તંત્ર પર નિશાન […]

Top Stories India
jnu main JNU હિંસા/ ભારતમાં વિદ્યાર્થીઓ કરતા ગાયોને વધુ મળે છે સુરક્ષા : ટ્વિંકલ ખન્ના

દેશની રાજધાનીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં રવિવારે થયેલી હિંસાનાં વિરોધમાં મુંબઇ અને ઉત્તર પ્રદેશ સહિત દેશનાં ઘણા સ્થળોએ પ્રદર્શનો ચાલી રહ્યા છે, આ હિંસાની ચારે બાજુએ આકરી ટીકા થઈ રહી છે, હવે વિદ્યાર્થીઓ પર થઇ રહેલા આ હુમલાને લઇને બોલિવૂડ અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ પ્રતિક્રિયા આપી છે, ટ્વિંકલ ખન્નાએ પોતાની ટ્વિટ દ્વારા તંત્ર પર નિશાન સાધ્યું છે.

હંમેશા બેબાકીથી પોતાની વાતનને રજૂ કરતી ટ્વિંકલે એક અખબારનાં મથાળાને ટિ્‌વટ કર્યું હતું કે ભારત, જ્યાં ગાયોને વિદ્યાર્થીઓથી વધુ રક્ષણ મળે છે, આ તે દેશ છે જેણે ભયથી જીવવાનો ઇનકાર કર્યો છે, તમે હિંસા કરીને લોકોને દબાવી નહી શકો….વધુ વિરોધ પ્રદર્શન થશે, વધુ પ્રદર્શન થશે, વધુ લોકો રસ્તા પર ઉતરશે.

નોંધપાત્ર વાત એ છે કે, યુનિવર્સિટીમાં રવિવારે જે રીતે માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ કેમ્પસમાં  ઘૂસીને હુમલો કર્યો હતો અને તોડફોડ પણ કરી હતી, અહીંની પરિસ્થિતિ એકદમ તંગ છે, જણાવી દઇએ કે જેએનયુની અંદર રવિવારે દરેક માસ્ક પહેરીને આવાનારા અજાણ્યા શખ્સો હાથમાં ડંડા, રોડ અને હોકી લઇને પહોચ્યા હતા અને એક પછી એક વિદ્યાર્થીઓ પર હુમલાઓ કર્યા હતા.

એટલું જ નહીં, આ ગુંડાઓએ કેમ્પસની અંદર તોડફોડ પણ કરી હતી, જે બાદ પ્રશાસનને કેમ્પસની અંદર પોલીસ બોલાવવી પડી હતી. જેએનયુમાં થયેલા આ હુમલામાં જેએનયુએસયુ પ્રમુખ આઇશી ઘોષ ખરાબ રીતે ઘાયલ થયા હતા, આ હુમલામાં કુલ 24 લોકો ઘાયલ થયા હતા, જેમાં 5 શિક્ષકો અને 19 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, દિલ્હી પોલીસે કહ્યું કે તમામ ઇજાગ્રસ્તો હાલમાં જોખમથી બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.