Not Set/ રાજ્યમાં આ તાલુકો એવો છે જ્યાં ઉત્તરાયણના દિવસે નથી ચડતા પતંગ

ગીર સોમનાથ, આજે જયારે સમગ્ર દેશ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં આકાશમાં રંગબેરંગી પતંગ જોવા મળી રહ્યા પરંતુ અમુક એવી પણ જગ્યા છે જ્યાંના આકાશ એકદમ સુમસામ છે. આપને જણાવી દઈએ કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની અહીંનું આસમાન ચોખ્ખું છે અને અહીં કાપ્યો છે નો નાદ  પણ આવી રહ્યો નથી […]

Gujarat
ws રાજ્યમાં આ તાલુકો એવો છે જ્યાં ઉત્તરાયણના દિવસે નથી ચડતા પતંગ

ગીર સોમનાથ,

આજે જયારે સમગ્ર દેશ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં આકાશમાં રંગબેરંગી પતંગ જોવા મળી રહ્યા પરંતુ અમુક એવી પણ જગ્યા છે જ્યાંના આકાશ એકદમ સુમસામ છે.

આપને જણાવી દઈએ કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરની અહીંનું આસમાન ચોખ્ખું છે અને અહીં કાપ્યો છે નો નાદ  પણ આવી રહ્યો નથી તેના બદલે આસમાનમા પક્ષીઓનો કલરવ સંભળાય છે. કારણ બે છે.એક,તો આ વિસ્તાર જંગલનો છે અને અહીં અનેક પક્ષીઓ આકાશમાં ઉડાઉડ કરતાં જોવા મળે છે.પક્ષીઓ ઘાયલ ના થાય તે માટે અહીંના અનેક યુવાનો ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવાનું ટાળે છે.

બીજું કારણ એવું પણ છે કે અહીના વાતાવરણ પ્રમાણે મકરસક્રાંતિના દિવસે જ પવનની દિશા ઉલટી થાય છે અને પવન સાવ મંદ પડી જાય છે.

 ભૂતકાળમા ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિશ કરી અહીં કરી ચુક્યા છે પરંતુ પવન ન હોવાના લીધે પતંગ ચગતી નથી.

એવું નથી કે અહીંના લોકો પંતગ ચલાવતા નથી અહીના લોકો પતંગ ચડાવે છે એ પણ એક બે દિવસ  માટે નહીં  પરંતુ આખે આખા ત્રીસ દિવસ કાપ્યો છે નો નાદ અહીં ગુંજે છે

ગીર સોમનાથના કોડીનારમા આખો ભાદરવો મહિનો અહિંયા યુવાનો પતંગ ચગાવે છે અને તેની મજા માણે છે.

ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોઈ છે જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે. જે પણ સાંજ ના 4 થી 6 કલાક સુધી જેના કારણે પક્ષીઓને પતંગની મજા સજા ના બને ગીર સોમનાથના સુત્રાપાડા તાલાલા કોડીનાર અને ગીર ગઢડા વિસ્તાર મા ઉત્તરાયણ ના દિવસે પતંગ ચગાવતા નથી. આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે.અહીં પવન ની દિશા ઊંઘી રહે છે. જેથી કરીને પતંગ ઉડતા નથી. વર્ષોથી અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે. કોડીનાર તાલુકામાં વસતા પક્ષીઓ નહિ થાય. ઘાયલ.અહીંના પક્ષીઓ મુક્તમને ગગન વિહાર કરતા જોવા મળછે