અમદાવાદ/ મિત્રોએ પાર્ટી કરવા માટે રૂપિયા લૂંટવાનો પ્લાન બનાવ્યો અને થઈ ગઈ હત્યા..!

નોકરીની શોધમાં નીકળેલ આધેડ લૂંટનો ભોગ બનતા લૂંટારુઓથી ફરાર થવા જતા જીવ થી ગયો, મેઘાણીનાગર પોલીસે લૂંટ સહિત હત્યાના ગુનામાં ચાર શખ્સ સામે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી.

Ahmedabad Gujarat
મેઘાણીનગર

મેઘાણીનગર પોલીસે ધરપકડ કરેલા ત્રણ શખ્સના નામ છે જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત છે 2જી ઓગસ્ટના મોડી રાતની મેઘાણીનગર વિસ્તારમાંથી મૃતક રામકુમાર ઠાકુર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધી અને સાહિલ સિંધીએ મૃતક રામકુમારને ઉભા રાખી ખિસ્સામાં પડેલા 900 રૂપિયા, ગળામાં પહેરલ સોનાનું લોકેટ સહિત વસ્તુઓની લુંટ ચલાવી હતી જેમાં આરોપીઓ અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં મૃતકે પોતાનો જીવ બચાવવા જતા ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પીછો કરી મૃતક જ્યારે દિવાલ કુદી રહ્યા હતા ત્યારે ચારેય આરોપીઓએ મૃતકને ધક્કો મારતા મૃતક રામકુમારને માથાનાભાગ પર ઇજા થતાં. રામકુંમાર ઠાકુરનું મૃત્યુ નીપજ્યું હતું. અને આરોપીઓ ઘટના સ્થળે થી ફરાર થઇ જતાં. સ્થાનિકોએ રામકુમાર ઠાકુરનું મૃતદેહ જોતા સ્થાનિક પોલીસને જાણકરી હતી. જેમાં મેઘાણીનગર પોલીસે પ્રારંભિક તપાસમાં આકસ્મિક મોત નોંધીને મૃત્યુનું કારણ તપાસવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા થયાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.

મેઘાણીનગર પોલીસ માટે પડકાર એ હતો કે મૃતકની કોણ છે ? મૃતક ઘટના સ્થળે કઈ પરિસ્થિતિમાં પહોંચ્યો?  મૃતક સાથે શુ ઘટના ઘટી હતી? મૃતકની હત્યા થઈ છે કે આકસ્મિક મોત છે.? આવા તમામ સવાલોના જવાબ શોધવા માટે મેઘાણીનાગર પોલીસે રોડ પર ના સીસીટીવી સ્થાનિકો સાથે પૂછપરછ. અને ટેકનોલોજી અને બાતમીદરો સાથે પૂછપરછ કરતા એક રીક્ષા ચાલક મળી આવ્યો હતો. જેણે મૃતક અને આરોપીઓ વચ્ચે થયેલ ઝઘડો જોયો હતો. જે આધારે વધુ તપાસ કરતા પોલીસ સામે આ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીઓએ લૂંટ અને હત્યાની કબૂલાત કરી હતી.

હત્યાની કબૂલાત સાથે આરોપીઓએ જણાવ્યું કે રૂપિયા માટે ચારેય આરોપીઓ લૂંટ કરી રહ્યા હતા તે દરમ્યાન ઝપાઝપી થતા મૃતકને રામકુમારને ધક્કો વાગતા મૃતકના માથાના ભાગે ગંભીર ઇજા થતાં રામકુમાર નું મૃત્યુ નીપજયું હતું. જેમાં લૂંટની વારદાતને અંજામ આપવા જતા હત્યાનો ખેલ થઈ ગયો.

આ પણ વાંચો:હોકીમાં ભારતની છોકરીઓએ ન્યૂઝીલેન્ડ સામે જીત્યો બ્રોન્ઝ

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો દબદબો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો: ઢાઢર નદીમાં મગરનો કોળિયો બન્યો યુવક, જોવા માટે ગ્રામજનો નદી કિનારે ઉમટયા