Not Set/ અરવલ્લી/ માલપુરમાં ડિપ્થેરિયાથી કિશોરનું મોત

અરવલ્લીના માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકનું ડિપ્થેરિયાના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે.આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં કિશોરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે ડિપ્થેરિયાથી કિશોરનું મોત નીપજ્યું હતું. આપને જાણવી દઈએ કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પહેલાં કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આરોગ્ય […]

Gujarat Others
maya a અરવલ્લી/ માલપુરમાં ડિપ્થેરિયાથી કિશોરનું મોત

અરવલ્લીના માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકનું ડિપ્થેરિયાના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે.આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં કિશોરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે ડિપ્થેરિયાથી કિશોરનું મોત નીપજ્યું હતું.

આપને જાણવી દઈએ કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પહેલાં કેસ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગ માલપુરના સર્વેક્ષણ કરતા ભેમપોડામાં ખાંટ જયપાલ કિશનભાઇ (ઉમર 13 વર્ષ)માં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયપાલને આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતા.

સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન ગત તા. 28 ઓક્ટોમ્બરના રોજ તેનું મોત નીપજ્યું હતુ. માલપુર આરોગ્ય વિભાગના ડો. ગોસ્વામી દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી ભેમપોડામાં બાળકના સંપર્કમાં જેટલા લોકો આવ્યા હતા તેમને સારવાર માટે ઇરીથોમાઇસીન,એજીથોમાસિનની રસી તેમજ ટેબલેટ, સિરપની દવાઓ આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.