RBI Monetary Policy 2021/ RBIએ નવી નાણાકીય નીતિ કરી જાહેર, રેપો રેટ 4 ટકા પર રખાયો યથાવત

આજે નાણાકીય નીતિની ઘોષણા કરતી વખતે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી) એ રેપો રેટને ચાર ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

Top Stories Business
A 77 RBIએ નવી નાણાકીય નીતિ કરી જાહેર, રેપો રેટ 4 ટકા પર રખાયો યથાવત

આજે નાણાકીય નીતિની ઘોષણા કરતી વખતે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે નાણાંકીય નીતિ સમિતિ (એમપીસી) એ રેપો રેટને ચાર ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આર્થિક વૃદ્ધિ જાળવવા રેપો રેટમાં ફેરફાર કરવાની જરૂર નથી.

આરબીઆઈ ગવર્નરે જાહેરાત કરી કે, નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો. જેમાં કહેવામાં અવાયું છે કે, રિવર્સ રેપો દરને પણ 3.35  ટકા પરયથાવત રાખવો જરૂરી છે.

શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાનો પ્રસાર વધવા છતાં ઇકોનોમીમાં સુધાર થઇ રહ્યો છે. જો કે તાજેતરમાં જ જે પ્રકારે કેસ વધી રહ્યાં છે, તેનાથી થોડી અનિશ્વિતતા વધી છે. પરંતુ ભારત પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5 ટકાની ઉંચાઇ પર રહ્યા છતાં રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાના દાયરામાં છે.

આ પણ વાંચો :ભારતમાં લોકડાઉન અંગે WHOના વૈજ્ઞાનિકે આપી સલાહ, કહ્યું – પરિણામો હશે ખતરનાક

રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખ્યો છે. રેપો રેટ તે દર હોય છે જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ તે દર હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે.

કોરોનાના કેસ વધવા છતાં રિઝર્વ બેંકે આ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથના અંદાજને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે. એમપીસીએ ગત એલાનમાં પણ જીડીપીનો આ જ અંદાજ જારી કર્યો હતો.

દેશમાં COVID-19 કેસમાં જંગી વધારો થયો હોવા છતાં ભારતીય સેન્ટ્રલ બેંકને વ્યાપક વ્યાજ મળશે તેવી અપેક્ષા છે. તાજેતરના રાયટર્સના મતદાન મુજબ, સર્વેક્ષણ કરાયેલા 66 માંથી 65 અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) દરોમાં ફેરફાર કરશે.

આ પણ વાંચો :Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

રેપો રેટ એટલે શું ? અને શું છે તેની અસર  

રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચુકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચુકવવો પડે. રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.

રિવર્સ રેપો રેટ એટલે શું ? અને શું છે તેની અસર 

રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.

આ પણ વાંચો :SBIએ હોમ લોનનો વ્યાજ દર વધાર્યો, અન્ય બેન્ક પણ વધારી શકે છે રેટ

આ પણ વાંચો :કોરોનાથી પરેશાન હેલિકોપ્ટર ચાર્ટર ઉદ્યોગને વ્હારે આવ્યું ચૂંટણીપંચ