Not Set/ રાજકોટ માર્કેટયાર્ડમાં કાલથી માસ્ક વગર નો એન્ટ્રી, ગઈકાલે ચાર વેપારીઓ-કમિશન એજન્ટોને કોરોના આવતા લેવાયો નિર્ણય

રાજકોટમાં સરકારી- અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો બાદ કોરોના એ હવે બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓને નિશાન બનાવ્યા છે, રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની

Gujarat Rajkot
bedi market yard રાજકોટ માર્કેટયાર્ડમાં કાલથી માસ્ક વગર નો એન્ટ્રી, ગઈકાલે ચાર વેપારીઓ-કમિશન એજન્ટોને કોરોના આવતા લેવાયો નિર્ણય

રાજકોટમાં સરકારી- અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો બાદ કોરોનાએ હવે બેડી માર્કેટિંગ યાર્ડના વેપારીઓને નિશાન બનાવ્યા છે, રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન સહિતની કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હતો છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જેનું પરિણામ હવે સામે આવ્યું છે, યાર્ડના બે વેપારી અને બે કમિશનર એજન્ટ સહિત ચાર વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હોવાનું વેપારી વર્તુળોમાંથી જાણવા મળે છે. ગઈકાલે સ્થાનિક મીડિયા દ્વારા અહેવાલ પ્રસારીત થયા બાદ તંત્ર સફાળુ જાગી ગયું હતું.જેના પગલે માર્કેટિંગ યાર્ડમાં માસ્ક વિના એન્ટ્રી કરવા દેવામાં આવશે નહીં.

Gujarat, Rajkot Market Yard, Coronavirus, Closed - Gujarat: कोरोना के बढ़ते  मामलों को देखते हुए राजकोट मार्केट यार्ड एक से 15 अगस्त तक बंद रहेगा |  Patrika News

બેકાબુ કોરોના / દેશમાં કોરોનાનું મહાતાંડવ, 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, 630 નાગરિકોના મોત

આ ઉપરાંત રાજકોટના બેડી માર્કેટ યાર્ડના વિશ્ર્વસનિય વેપારી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં યાર્ડના બે વેપારીઓ અને કમિશન એજન્ટો સહિત ચાર વ્યક્તિ કોરોના સંક્રમિત થયાનું જાણવા મળે છે. યાર્ડમાં કોરોના ટેસ્ટની કોઈ વ્યવસ્થા નથી પરંતુ જેમને લક્ષણો જણાય તે બારોબાર ટેસ્ટ કરાવી લેતાં હોય છે અને પોઝિટિવ આવે તો પછી હોમ આઈસોલેટ કે હોસ્પિટલાઈઝ થઈ જતા હોય છે.જેના પગલે આવતીકાલથી માસ્કના નિયમની કડક અમલવારીનો પ્રારંભ અહીં થઈ રહ્યો છે.

Groundnut And Cotton Arrivals Started In Rajkot Market Yard - Groundnut and  Cotton : राजकोट मार्केट यार्ड में मूंगफली व कपास की आवक शुरू | Patrika News

Covid-19 / સૂર્યપ્રકાશ આઠ ગણો ઝડપથી કોવિડ-19 વાયરસનો નાશ કરવામાં સક્ષમ : અધ્યયન

અત્રે એ બાબતે ઉલ્લેખનીય છે કે કોરોના પેશન્ટના નામ-સરનામા જાહેર કરાતા ન હોય તેમજ ઘર બહાર સ્ટીકરીંગ પણ કરાતુ ન હોય પોઝિટિવ વ્યક્તિ પોતે જાણ ન કરે ત્યાં સુધી ખ્યાલ આવી શકતો નથી. 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ યાર્ડમાં દરરોજ સરેરાશ 8થી 10 હજાર વ્યક્તિઓની અવરજવર હોય છે આથી નવા બેડી યાર્ડ તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસેના જૂના યાર્ડ ખાતે ટેસ્ટ કેમ્પ યોજાય તો કોરોના ફેલાતો અટકશે. માર્કેટ યાર્ડમાં માસ્ક પહેર્યાં વિના આવનાર માટે પ્રવેશબંધી જાહેર કરાઈ હતી પરંતુ તેનું પાલન પણ કરાવાતું નહતું ત્યારે હવે આ નિયમ નું ફરીથી કડકાઇથી પાલન કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

કોરોના રસીકરણ / જો બિડેને કરી ઘોષણા, અમેરિકામાં 19 એપ્રિલથી તમામ પુખ્ત વયના લોકોને મળશે કોરોના રસી 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…