Not Set/ SBIએ હોમ લોનનો વ્યાજ દર વધાર્યો, અન્ય બેન્ક પણ વધારી શકે છે રેટ

SBIએ 1 એપ્રિલથી હોમ લોનના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે આ દરો 6.95 ટકાથી શરુ થાય છે.

Top Stories Business

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ હોમ લોન પર વ્યાજ દરોમાં રાહત સમાપ્ત કરી દીધી છે. હવે 1 એપ્રિલથી બેન્કના હોમ લોન રેટમાં 0.25 ટકાનો વધારો થઇ ગયો છે. આનાથી એવી શક્યતા છે કે આગામી દિવસોમાં બાકી બેન્ક પણ પોતાના વ્યાજ દરોમાં વધારી શકે છે.

SBIએ 1 એપ્રિલથી હોમ લોનના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. હવે આ દરો 6.95 ટકાથી શરુ થાય છે. મહત્વનું છે કે ભારતીય સ્ટેટ બેન્કના કેટલાક મહિના પહેલા સિબિલ સ્કોરના આધારે હોમ લોનમાં અંદાજે 0.1 ટકા સુધી છૂટની જાહેરાત કરી હતી. આનાથી એસબીઆઇની હોમ લોન ન્યૂનતમ 6.70 ટકા વ્યાજ દર થઇ ગયો હતો.

હવે આ થયો દર

હવે આ દરો 6.95 ટકાથી શરુ છે. એટલે કે હોમ લોનના દરમાં સીધો 25 બેઝિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનાથી એ વાતની શક્યતા છે કે આવનારા દિવસોમાં બાકીની બેન્કો પણ પોતાના વ્યાજ દરો વધારી શકે છે.

બેન્કે કહ્યું હતું કે આ ઘટાડેલા દર ફક્ત 31 માર્ચ, 2021 સુધી જ રહેશે. આ ઉપરાંત, બેન્કે 31 માર્ચ સુધી 100 ટકા પ્રોસેસિંગ ફી માફ કરવાની પણ જાહેરાત કરી છે.  એટલે કે માર્ચના અંત સુધી હોમ લોન લેનારાને કોઇપણ પ્રોસેસિંગ ફી ચૂકવવાની નહોતી.

બેન્કે સાથે એમ પણ કહ્યું છે કે આ ઘટાડેલા દર એવા લોકોને જ મળશે જેનો સિબિલ સ્કોર સારો હશે.  બેન્કે પોતાના વ્યાજ દર છૂટને CIBIL સ્કોર સાથે જોડ્યો હતો. હવે આ છૂટ સમાપ્ત થઇ ગઇ છે.