Appeal/ દેશની જનતાને મફતમાં આપો વેક્સિન,CM કેજરીવાલની અપીલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ભાગ લેશે. સંભવ છે કે કેજરીવાલ વડા

Top Stories
1

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ભાગ લેશે. સંભવ છે કે કેજરીવાલ વડા પ્રધાન સાથેની બેઠકમાં દેશભરમાં મફત રસી અપાવવાનો મુદ્દો ઉઠાવશે. કોરોના રસી માટે કહેવાતી આ બેઠક સોમવારે સાંજે 4 કલાકે યોજાશે.

1
tweet

Rajkot / રાજકોટ શહેરના સીમાડે પહોંચ્યા સાવજો,ડણક સાંભળી સ્થાનિકો ભયભી…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટમાં કેન્દ્ર સરકારને તમામ દેશવાસીઓને કોરોના રસી મફત આપવાની અપીલ કરી છે. આ પહેલા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અને રાજ્યોના આરોગ્ય પ્રધાનોની બેઠક દરમિયાન માંગ કરી હતી કે કોરોના રસી દિલ્હી અને દેશના તમામ રાજ્યોને મફત આપવામાં આવે.

Covid-19 / કોરોનાનાં કેસમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નો…

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, “કોરોના સદીની સૌથી મોટી રોગચાળો છે. આમાંથી લોકોનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે કેરોના રસી બધા દેશવાસીઓને વિના મૂલ્યે પ્રદાન કરવામાં આવે. આ પર થતો ખર્ચ ઘણા ભારતીય લોકોના જીવન બચાવવામાં મદદરૂપ થશે’.

Vaccine / કોરોના વેક્સિનેશનને લઇને CM રૂપાણીએ જાણો શું કર્યુ ટ્વીટ?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…