Not Set/ જૂન મહિનામાં આ દિવસોમાં બેંકો રહેશે બંધ, જાણો ક્યારે

ઇન્ડિયન બેંક્સ એસોસિયેશનનાં જણાવ્યા અનુસાર જૂન મહિનામાં વિવિધ રાજ્યોમાં અલગ અળગ ચાર દિવસની રજાઓ રહેશે. એસોસિયેશનની વેબસાઇટ અનુસાર, વિવિધ રાજ્યોએ 5 જૂન, 6 જૂન, 15 જૂન અને 17 જૂનનાં રોજ વિવિધ કારણોસર બેંકોની રજાઓની જાહેરાત કરે છે. વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કુલ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં 1-1 દિવસની રજા છે, જ્યારે ઓડિશાએ આ […]

Top Stories India
Bank banks જૂન મહિનામાં આ દિવસોમાં બેંકો રહેશે બંધ, જાણો ક્યારે

ઇન્ડિયન બેંક્સ એસોસિયેશનનાં જણાવ્યા અનુસાર જૂન મહિનામાં વિવિધ રાજ્યોમાં અલગ અળગ ચાર દિવસની રજાઓ રહેશે. એસોસિયેશનની વેબસાઇટ અનુસાર, વિવિધ રાજ્યોએ 5 જૂન, 6 જૂન, 15 જૂન અને 17 જૂનનાં રોજ વિવિધ કારણોસર બેંકોની રજાઓની જાહેરાત કરે છે. વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કુલ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં 1-1 દિવસની રજા છે, જ્યારે ઓડિશાએ આ મહિને બે રજાઓ આપી છે. વળી, હરિયાણા એકમાત્ર રાજ્ય છે જેણે જૂનમાં બેંકોની ત્રણ રજાઓ જાહેર કરી છે.

મોટાભાગનાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઇદ-ઉલ-ફિતરની રજા જાહેર કરી છે. ઇદ-ઉલ-ફિતરને 5 મી જૂને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ચંદીગઢ, દિલ્હી અને પોંડીચેરીમાં રજા જાહેર કરવામાં આવી છે. વળી ગુજરાતમાં એક દિવસ બાદ 6 જૂને ઇદ-ઉલ-ફિતરની રજા આપવામાં આવી છે.

બીજી તરફ, ઓડિશામાં 5 જૂનનાં રોજ, ઇદ-ઉલ-ફિતર સિવાય, 15 મી જૂને બેંક રાજા સંક્રાંતિનાં પ્રસંગે બેંક બંધ રહેશે. વળી, 6 મી જૂને ગુજરાતમાં ઇદ-ઉલ-ફિતરની જ્યારે હરિયાણામાં મહારાણા પ્રતાપ જયંતિની રજા રહેશે. 17 મી જૂન, બિહાર અને હરિયાણા બે રાજ્યોમાં કબીર જયંતીની રજા રહેશે. એટલે કે 5 જૂને, 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, 6 જૂનનાં રોજ બે રાજ્યોમાં ગુજરાત અને હરિયાણામાં, 15 જૂને માત્ર ઓડિશામાં અને 17 જૂને બિહાર અને હરિયાણા બે રાજ્યોમાં બેંક બંધ રહેશે.

જૂનમાં આ દિવસે બેંકોમાં રજાઓ

જૂન 5 બુધવાર રમઝાન (ઇદ-ઉલ-ફિટર) આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ
જૂન 6 ગુરુવારે રમઝાન (ઇદ-ઉલ-ફિટર) ગુજરાત
જૂન 6 ગુરુવારે મહારાણા પ્રતાપ જયંતી હરિયાણા
જૂન 15 શનિવાર રાજા સંક્રાંતિ ઓડિશા
જૂન 17 સોમવાર કબીર જયંતી બિહાર, હરિયાણા