Not Set/ પાલનપુર પાસે પેસેન્જર ટ્રેનમાં લૂંટ, મુંબઈ, ગાંધીનગર અને સુરતના મુસાફરો લૂંટાયા

બનાસકાંઠા, બનાસકાંઠા પાલનપુર પાસે પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા હતા.. બાંદ્રાથી ચંડીગઢ જતી એસ 5 અને એસ 6 કોચમાં લૂંટારાઓએ લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. બે મહિલાઓ સાથે  લૂંટ અને ચેન સ્નેચિંગ ઘટના ઘટી હતી. પાલનપુર નજીક મોડી રાત્રે  બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 ટ્રેનમાંના એસ-5 અને એસ 6 કોચમાં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી, અને  લૂંટ […]

Top Stories Gujarat
mantavya 320 પાલનપુર પાસે પેસેન્જર ટ્રેનમાં લૂંટ, મુંબઈ, ગાંધીનગર અને સુરતના મુસાફરો લૂંટાયા

બનાસકાંઠા,

બનાસકાંઠા પાલનપુર પાસે પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા હતા.. બાંદ્રાથી ચંડીગઢ જતી એસ 5 અને એસ 6 કોચમાં લૂંટારાઓએ લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. બે મહિલાઓ સાથે  લૂંટ અને ચેન સ્નેચિંગ ઘટના ઘટી હતી.

પાલનપુર નજીક મોડી રાત્રે  બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 ટ્રેનમાંના એસ-5 અને એસ 6 કોચમાં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી, અને  લૂંટ ચલાવી હતી.લૂંટારુઓએ ટ્રેનના અન્ય કોચને પણ નિશાન બનાવ્યા હતા અને યાત્રીઓ સાથે ચેનસ્નેચિંગ પણ કર્યુ હતું. લૂંટારુઓએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા

આ ઘટના  બાદ રેલવેમાં  અસલામત મુસાફરીનો ભય ફેલાયો છે. પાલનપુર નજીક રેલવે ચેઈન પુલિંગ કરી લૂંટારા ફરાર થતા અંદાજીત દોઢ કલાક સુધી  પેસેન્જરો પાલનપુર નજીક અટવાયા  હતા. મુંબઈ, ગાંધીનગર અને સુરતના ત્રણ મુસાફરોને લૂંટારાઓ લૂંટીને ફરારા થઇ ગયા હતા. જીઆરપીએફ અને આરપીએફ પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથધરી હતી..આ ઘટના કારણે  ટ્રેન દોઢ કલાક બાદ ચંડીગઢ જવા રવાના થઈ હતી