Not Set/ જમ્મુ-કાશ્મીર : સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ૩ આતંકવાદીઓને કર્યા ઠાર

 શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના જવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે સેનાએ વધુ એક સફળતા મળી છે. શુક્રવાર સવારે બારામુલા જિલ્લામાં સેના દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં ૩ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ તમામ ૩ આતંકવાદીઓને લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાસે મારવામાં આવ્યા છે અને તેઓ પાસેથી ચાર AK ૪૭ રાઈફલ તેમજ ૪ […]

Top Stories India Trending
જમ્મુ-કાશ્મીર : સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ૩ આતંકવાદીઓને કર્યા ઠાર

 શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના જવાનો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના ભાગરૂપે સેનાએ વધુ એક સફળતા મળી છે. શુક્રવાર સવારે બારામુલા જિલ્લામાં સેના દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં ૩ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આ તમામ ૩ આતંકવાદીઓને લાઈન ઓફ કંટ્રોલ (LOC) પાસે મારવામાં આવ્યા છે અને તેઓ પાસેથી ચાર AK ૪૭ રાઈફલ તેમજ ૪ બેગ પણ જપ્ત કરવામાં આવ્યા છે.  હજી પણ આ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

આ પહેલા સેનાને બારામુલા જિલ્લામાં આતંકીઓની ઘુસપેઠ અંગેની જાણકારી મળી હતી. જો કે ત્યારબાદ સેનાના જવાનો ત્યાં પહોચવાની સાથે જ આતંકીઓ અને જવાનો વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું, જેમાં ૩ આતંકીઓને ઠાર કરાયા હતા.

ગુરુવારે પણ થયો હતો LED બ્લાસ્ટ

અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાની ૫૫ નેશનલ રાઈફલના કેટલાક જવાનો ગુરુવાર રાત્રે પુલવામાના લસીપોરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે આતંકીઓ દ્વાર પહેલાથી જ લગાવવામાં આવેલા એક LEDમાં બ્લાસ્ટ કરાયો હતો.

આ બ્લાસ્ટમાં સેનાના ઘણા જવાનો ઘાયલ થયા હતા. જો કે ત્યારબાદ સેના દ્વારા આતંકીઓ પાર જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઘાટીમાં ૩૦૦ આતંકીઓ સક્રિય હોવાની છે આશંકા

આ પહેલા સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘાટીમાં હજી પણ અંદાજે ૩૦૦ આતંકી સક્રિય છે અને અંદાજે ૨૫૦ આતંકી લોન્ચપેડ પર સીમા પાર ઘુસપેઠ કરવાની ફિરાકમાં છે.