Not Set/ હરિયાણા ચૂંટણી પરિણામ : કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને મળી કારમી હાર

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા માટે આજનો દિવસ એક ખરાબ સમાચાર લઇને આવ્યો છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા 567 વોટથી હારી ગયા છે. જે કોંગ્રેસ માટે એક મોટો ફટકા બરાબર છે. જણાવી દઇએ કે, કૈથલમાં સુરજેવાલાને ભાજપનાં લીલારામ ગુર્જર હરાવ્યા છે. જો કે પરીણામથી અસંતુષ્ટ સુરજેવાલાએ ફરી કાઉન્ટિંગ કરાવવાની માંગ […]

Top Stories India
Randeep Surjewala હરિયાણા ચૂંટણી પરિણામ : કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને મળી કારમી હાર

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા માટે આજનો દિવસ એક ખરાબ સમાચાર લઇને આવ્યો છે. આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા 567 વોટથી હારી ગયા છે. જે કોંગ્રેસ માટે એક મોટો ફટકા બરાબર છે. જણાવી દઇએ કે, કૈથલમાં સુરજેવાલાને ભાજપનાં લીલારામ ગુર્જર હરાવ્યા છે. જો કે પરીણામથી અસંતુષ્ટ સુરજેવાલાએ ફરી કાઉન્ટિંગ કરાવવાની માંગ કરી છે.

કૈથલ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર રણદીપ સુરજેવાલા હારી ગયા છે. સુરજેવાલા ભાજપનાં ઉમેદવાર લીલા રામ ગુર્જરથી 567 મતોથી હારી ગયા છે. જણાવી દઇએ કે, સુરજેવાલા આ બેઠક પરથી બે વાર ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ આ વખતે તે આ કરી શક્યા નહીં. આ ભાજપ માટે મોટી જીત માનવામાં આવી રહી છે. રણદીપ સુરજેવાલા કોંગ્રેસનાં મજબૂત નેતા છે અને તેઓ રાહુલ ગાંધીની નજીકનાં માનવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે કૈથલ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. 1957 થી અહીં 15 ચૂંટણીઓ થઈ છે, જેમાં કોંગ્રેસ 11 વાર જીતી ચૂકી છે. પરંતુ 12 મી કોંગ્રેસ જીતી શકી નહીં. ભાજપનાં લીલા રામે કોંગ્રેસનાં ગઢને ભેદી કાઠ્યુ છે. જણાવી દઇએ કે લીલા રામ INLD છોડીને ભાજપમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.