Akshar Patel's marriage/ ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે કર્યા લગ્ન, જુઓ અક્ષરનો ધમાકેદાર ડાન્સનો વીડિયો

ભારતીય ક્રિકેટમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 23 જાન્યુઆરીએ ઓપનર કેએલ રાહુલે બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા

Top Stories Sports
Akshar Patel's marriage

Akshar Patel’s marriage:   ભારતીય ક્રિકેટમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 23 જાન્યુઆરીએ ઓપનર કેએલ રાહુલે બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. હવે તેના પછી સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નગંથીથી જોડાઇ ગયા છે. અક્ષરે તેની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા લીધા હતા. .અક્ષર પટેલના આ લગ્ન ગુજરાતના વડોદરામાં થયા હતા.  અક્ષરની સરઘસનો વીડિયો પણ સામે આવ્યો હતો. વરરાજા બનેલા અક્ષરે ધામધૂમથી વરઘોડો કાઢીને મંડપમાં પહોચ્યા હતા,અક્ષરે મેહા પટેલ સાથે ફેરા ફરીને લગ્નના બંધને બંધાઇ ગયા હતા. લગ્નમાં અક્ષરે ખુબ ડાન્સ કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આજે તેમનું ઉત્તરસંડામાં રિસેપ્શન યોજાવાનું છે. ત્યારે હવે કપલના લગ્ન સેરેમનીના વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં મહેંદી સેરેમનીનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં અક્ષર પટેલ અને મેહા પટેલ સોન્ગ પર ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.

Axar Patel got moves.

Many congratulations to them! pic.twitter.com/0xJKAXX2Cc

— Mufaddal Vohra (@mufaddal_vohra) January 26, 2023

ક્રિકેટર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. બંનેની સગાઈ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ કરી હતી. તેમની પત્ની મેહા પટેલ  ડાયટિશિયન અને ન્યૂટ્રિશિનિસ્ટ છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. રીલ્સ પણ બનાવે છે. અક્ષર-મેહાના લગ્નમાં મોહમ્મદ કેફ, જયદેવ ઉનડકટ સહિત અનેક ક્રિકેટર પણ આવ્યા હતા.

Australian Open/ આખરી ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાનિયા મિર્ઝાની ઇચ્છા અધૂરી,ફાઇનલમાં હાર્યા બાદ ભાવુક, કારકિર્દીની છેલ્લી ટૂર્નામેન્ટ