Cricket/ અનુરાગ ઠાકુરે કોહલીને આડકતરી રીતે આપી ચેતવણી, કહ્યુ- રમતથી મોટું કોઇ નથી

છેલ્લા ઘણા સમયથી વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવની ખબરો આવી રહી છે. આવી સ્થિતિમાં BCCIનું આ પગલુ એક મોટો સંકેત આપી રહ્યું છે. આ મામલે આખરે રમત મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે.

Top Stories Sports
અનુરાગ ઠાકુર

ભારતનાં દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પહેલા વિરાટ કોહલીને ODIની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે રોહિત શર્મા પાસે મર્યાદિત ઓવરનાં બન્ને ફોર્મેટની કમાન છે. વિરાટ કોહલીને ODI ની કેપ્ટનશીપથી અચાનક હટાવવાને લઈને ઘણો વિવાદ થયો છે. છેલ્લા ઘણા સમયથી વિરાટ અને રોહિત વચ્ચે અણબનાવની ખબરો આવી રહી છે. આવી સ્થિતિમાં BCCIનું આ પગલુ એક મોટો સંકેત આપી રહ્યું છે. આ મામલે આખરે રમત મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો – વિરાટ v/s રોહિત / વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના સંઘર્ષથી BCCI  પરેશાન, કેપ્ટનશિપનો નવો વિકલ્પ શોધી રહી છે

વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે વનડે ટીમની કેપ્ટનશીપને લઈને ચાલી રહેલો વિવાદ સતત વધી રહ્યો છે. બન્ને ખેલાડીઓ વચ્ચે અણબનાવ હોવાની અટકળો પર રમત મંત્રી અનુરાગ ઠાકુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. બુધવારે ANI સાથે વાત કરતા તેમણે આડકતરી રીતે વિરાટને ચેતવણી આપતા કહ્યું કે, “રમતથી મોટું કોઈ નથી. કોઈ ખેલાડીની વચ્ચે શું ચાલી રહ્યું છે તે અંગે હું કોઈ માહિતી આપી શકતો નથી. તેમની સાથે સંબંધિત એસોસિએશન અથવા સંસ્થાની જવાબદારી છે. તે યોગ્ય રહેશે કે તેણે આ અંગે માહિતી આપવી જોઈએ. આ બાબતે ઈનસાઈડ સ્પોર્ટને આપેલા ઈન્ટરવ્યુમાં BCCI નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, “વિરાટે આને (ODI સુકાની પદ પરથી હટાવી) હળવાશથી લીધું નથી. તેણે પરિવાર સાથે સમય પસાર કરવા માટે ODI સીરીઝમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે, પરંતુ કોઈ અભણ નથી. જે કંઈ થઈ રહ્યું છે તે બિલકુલ સ્વીકાર્ય નથી. વિરાટે T20 વર્લ્ડકપ 2021 પહેલા કહ્યું હતું કે તે આ ટૂર્નામેન્ટ પછી T20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે, જ્યારે ODI અને ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે.”

આ પણ વાંચો – Shocking / રવિન્દ્ર જાડેજા લેશે આ ફોર્મેટમાંથી Retirement? જાણો કોણે કર્યો ખુલાસો

BCCIએ રોહિતને ODI કેપ્ટન બનાવ્યો અને તેના એક દિવસ પછી BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ સ્પષ્ટતા કરી કે વિરાટ સાથે આ અંગે વાત કરવામાં આવી હતી. સફેદ બોલની ક્રિકેટમાં બે કેપ્ટન હોઈ શકતા નથી, તેથી T20 ટીમ બાદ રોહિતને ODI ટીમની પણ કેપ્ટનશીપ આપવામાં આવી હતી. આ અંગે BCCI નાં અધિકારીએ કહ્યું કે, “દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ બાદ અમે બન્ને કેપ્ટન સાથે બેસીને આગળનો માર્ગ નક્કી કરીશું. વિરાટને ODI ટીમમાંથી હટાવવાનું કામ ટીમનાં ભલા માટે કરવામાં આવ્યું છે અને વિરાટે આના પર આવા સ્વાર્થ સાથે પ્રતિક્રિયા ન કરવી જોઈએ. તેણે ટીમમાં ઘણું યોગદાન આપ્યું છે અને ટીમને હંમેશા આગળ રાખી છે. જે પણ થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.