‘Supreme’surrender/ બિલ્કીસ બાનુ ગેંગરેપના દોષીઓ શરણે થયા, મોડી રાત્રે વાહનોમાં ગોધરા જેલ પહોંચ્યા

ગેંગરેપના આરોપીઓની 2004માં ધરપકડ થઈ હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 11 દોષીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી હતી. આરોપીઓને પહેલા મુંબઈની આર્થર રોડ જેલ અને બાદમાં નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા. લગભગ 9 વર્ષ બાદ તમામને ગોધરાની સબ જેલમાં મોકલી દેવાયા હતા.

Top Stories Gujarat

@ નિકુંજ પટેલ

Ahmedabad News: બિલ્કીસ બાનુ ગેંગરેપ કેસના 11 દોષીઓ 21 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ગોધરા જેલ અધિકારીઓ સમક્ષ શરણે થયા હતા. સુપ્રિમ કોર્ટે 8 જાન્યુઆરી 2002ના ગુજરાતના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ ગેંગરેપ કેસના દોષીઓને સમય પહેલા છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો હતો. કોર્ટે તમામ આરોપીઓને બે અઠવાડિયામાં એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં શરણે થઈ જવા કહ્યું હતું.

શરણે થનારા તમામ 11 દોષીઓ બે વાહનોમાં સવાર થઈને દાહોદ જીલ્લાના સિંગવાડથી ગોધરા સબ જેલ પહોંચ્યા હતા. દોષીઓમાં રાધેશ્યામ શાહ, જશવંત નાઈ, ગોવિંદ નાઈ, કેસર વાહનીયા, બાકા વાહનીયા, રાજુ સોની, રમેશ ચંદના, શૈલેષ ભટ્ટ, બિપીન જોશી, પ્રદિપ મોધિયા અને મિતેશ ભટ્ટનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ તમામ આરોપીઓને શરણે થયા બાદ જેલ મોકલી દેવાયા હતા.

સુપ્રિમ કોર્ટે 19 જાન્યુઆરીના રોજ બિલ્કીસ બાનુ ગેંગરેપ કેસમાં 11 દોષીઓની શરણે થવાનો સમયગાળો વધારવાની અરજી રદ્દ કરી દીધી હતી. જસ્ટીસ બીબી નાગરત્ના અને જસ્ટીસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે કહ્યું હતું કે, દોષીઓ દ્વારા શરણે થવા માટે સમય વધારવા જે કારણો આપવામાં આવ્યા હતા તેમાં કોઈ દમ નથી.

દોષીઓમાંથી કેટલાકે દીકરાના લગ્ન, કોઈએ પગનું ઓપરેશન, કોઈએ વૃધ્ધ માતાપિતાની દેખભાળ કરવા તો કોઈએ ખેતીના પાક લેવાના કારણો બતાવીને શરણે થવાની તારીખ લંબાવવાની માગણી કરી હતી.

કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું હતું કે ગુજરાત સરકાર દોષીઓને કેવી રીતે માફ કરી શકે છે. સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે તો છુટકારાનો નિર્ણય પણ ત્યાંની સરકાર જ કરશે.

બિલ્કીસ બાનુ ગેંગરેપ કેસના 11 દોષીઓના છુટકારા વિરૂદ્ધ 30 નવેમ્બર 2022ના રોજ સુપ્રિમ કોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી હતી. પહેલી અરજીમાં 11 દોષીઓમાં છુટકારાને પડકારતા તેમને તાત્કાલિક જેલ મોકલવાની માગણી થઈ હતી. બીજી અરજીમાં સુપ્રિમ કોર્ટના મે મહિનામાં આપેલા આદેશ પર વિચાર કરવાની માગણી કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું હતું કે દોષીઓના છુટકારા પરનો નિર્ણય ગુજરાત સરકાર કરશે. બિલ્કીસે કહ્યું કે જ્યારે કેસની ટ્રાયલ મહારાષ્ટ્રમાં ચાલી હતી તો ગુજરાત સરકાર નિર્ણય કેવી રીતે લઈ શકે ? કેસના તમામ 11 દોષીઓને આઝાદીના અમૃત મહોત્સવને પગલે છોડી મૂકવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ 3 માર્ચ 2002ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન દાહોદ જીલ્લાના લિમખેડા તાલુકામાં રંધિકપુર ગામમાં ઉગ્ર ટોળુ બિલ્કીસ બાનુના ઘરમાં ઘુસી ગયું હતું. રમખાણોથી બચવા બિલ્કીસ પોતાના પરિવાર સાથે એક ખેતરમાં સંતાઈ ગઈ હતી. તે સમયે બિલ્કીસની ઉંમર 21 વર્ષની હતી અને તે 5 મહિનાનો ગર્ભ ધરાવતી હતી. ટોળાએ બિલ્કીસ પર ગેંગરેપ કર્યો હતો. તે સિવાય તેની માતા અને ત્રણ અન્ય મહિલાઓ સાથે પણ દુષ્કર્મ કર્યું હતું. આ હુમલામાં તેના પરિવારના 17 સભ્યોમાંથી સાતની હત્યા કરી નાંખવામાં આવી હતી. છ જણા ગુમ થઈ ગયા હતા, જેમનો ક્યારેય પતો લાગ્યો ન હતો. હુમલામાં ફક્ત બિલ્કીસ, એક વ્યક્તિ અને ત્રણ વર્ષનું બાળક જ બચ્યા હતા.

ગેંગરેપના આરોપીઓની 2004માં ધરપકડ થઈ હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે 11 દોષીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. બોમ્બે હાઈકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી હતી. આરોપીઓને પહેલા મુંબઈની આર્થર રોડ જેલ અને બાદમાં નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા. લગભગ 9 વર્ષ બાદ તમામને ગોધરાની સબ જેલમાં મોકલી દેવાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…

આ પણ વાંચો:ન્યાય યાત્રા/કોંગ્રેસની ન્યાય યાત્રામાં ફરી હંગામો, ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લાગ્યા!