ગોવાહાટી,
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે એક ચોકાવનારો દાવો કર્યો છે. બિપ્લવ કુમારે દાવો કર્યો છે કે ઈન્ટરનેટની શોધ ભારતમાં થઈ છે. તેમજ મહાભારત કાળમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવાહાટીમાં એક જાહેર કાર્યક્રમને સંબોધીત કરતા બિપ્લવ કુમારે પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે ભારત એ દેશ છે જ્યાં યુગોથી ઈન્ટરનેટ જેવી ટેકનોલોજીનો ઉપયોગ થતો આવ્યો છે. મહાભારત કાળમાં સંજયે યુદ્ધ નિહાળીને તેની કોમેન્ટ્રી કરી હતી.
સંજ્ય દુર રહેવા છતાં બધુ જાઈ શકતો હતો. એનો મતલબ સ્પષ્ટ છે કે તે સમયે પણ ભારતમાં ટેકનોલોજી હતી. ઈન્ટરનેટ હતુ. સેટેલાઈટ સિસ્ટમ પણ હતી. હું ઈન્ટરનેટ જેવા પ્લેટફોર્મને લોકો સમક્ષ રજુ કરવા બદલ પશ્ચિમી દેશોને અભિનંદન આપુ છું. પરંતુ સાથે જ એ પણ સ્પષ્ટ કરવા માંગુ છુ કે આ બધી બાબતોની શોધ તમે નથી કરી. બિપ્લવ કુમારે જણાવ્યુ હતુ કે મને ગર્વ છે, કે મારો જન્મ એક એવા દેશમાં થયો છે. જે ટેકનોલોજીની દુનિયામાં સૌથી વધારે આગળ છે. અમેરિકા ભલે આજે ટેકનોલોજીની શોધનો દાવો કરે, પરંતુ જેના જનક આપણે છીએ.
બિપ્લવ કુમાર કાર્યક્રમ દરમિયાન ભારતને ડિજીટલ ઈન્ડીયા તરફ આગળ વધારવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરી રહ્યા હતા. બિપ્લવ કુમારે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના આવ્યા બાદ આજે દેશમાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ ફેસબુક,ટવિટર, વોટ્સએપ વાપરતો થયો છે. મોદીજી પોતે તમામ નેતાઓના સોશ્યલ મિડાયાનુ મોનિટીરીંગ કરે છે. તેમજ પુછે છે કે તે સોશ્યલ મિડીયા અપડેટ કેમ નથી કર્યુ.
