Business/ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો

સવારની વાત કરીએ તો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે વૈશ્વિક બજારથી નબળા સંકેતો મળ્યા બાદ સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને મુખ્ય સૂચકાંકો લાલ…

Top Stories Business
Stock Market Closing

Stock Market Closing: આજે સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે ખૂબ જ ખરાબ સાબિત થયો છે. આજે સવારે બજાર લાલ નિશાનમાં ખુલ્યું અને એક દિવસના કારોબાર બાદ લાલ નિશાનમાં બંધ થયું. આટલું જ નહીં, આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 250 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 872.28 પોઈન્ટ્સ એટલે 1.46% ઘટીને 58,773.87 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી માત્ર 264.90 પોઈન્ટ્સ એટલે 1.49% ઘટીને 17,493.55 પર બંધ થયો હતો.

સવારની વાત કરીએ તો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે વૈશ્વિક બજારથી નબળા સંકેતો મળ્યા બાદ સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને મુખ્ય સૂચકાંકો લાલ નિશાન સાથે ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 30 પોઈન્ટ અને 50 પોઈન્ટ નિફ્ટી બંને ઘટીને ખુલ્યા હતા. શરૂઆતમાં સેન્સેક્સ 285 પોઈન્ટ ઘટીને 59,361.08 ના સ્તરે ખુલ્યો હતો. તો 50 પોઈન્ટનો નિફ્ટી લગભગ 76 પોઈન્ટ ઘટીને 17,682.90 ના સ્તર પર ખુલ્યો હતો.

વૈશ્વિક બજારની સ્થિતિ

બીજી તરફ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતો મળ્યા હતા. વ્યાજદર વધવાના ડરથી ફરી એકવાર યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઓ જોન્સ 300 પોઈન્ટ અને નાસ્ડેક 260 પોઈન્ટ તૂટ્યા હતા. SGX નિફ્ટી પણ 75 અંક ઘટીને 17669 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. યુરોપિયન માર્કેટમાં મિશ્ર વલણ ચાલી રહ્યું છે. આજે LICના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. LICનો શેર આજે પણ 10.40ના ઘટાડા સાથે 675.55 પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: Cricket / પ્લેઈંગ ઈલેવનમાં આવવા ઈચ્છુક આ ખેલાડીને કેએલ રાહુલે આપી તક

આ પણ વાંચો: World / ભારતને પ્રતિબંધોથી છૂટ આપવીએ અમેરિકાની નબળાઈ છે, રશિયાનું નિવેદન

આ પણ વાંચો: જમશેદપુર / ટાટા સ્ટીલ ઝૂલોજિકલ પાર્કમાં મિથુનનું ડૂબી જવાથી મોત, માદા દીપડાએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ