Sensex Closing Bell/ બજારમાં સુપર ફ્રાઈડે, સેન્સેક્સ પ્રથમ વખત 64000 ની ઉપર બંધ, નિફ્ટી પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે

પ્રથમ વખત સેન્સેક્સ 64 હજારને પાર કરીને 64,718 પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સમાં 800 પોઈન્ટનો વધારો થયો હતો. પ્રથમ વખત નિફ્ટી પણ 216 પોઈન્ટ વધીને 19,189 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Business
4 396 બજારમાં સુપર ફ્રાઈડે, સેન્સેક્સ પ્રથમ વખત 64000 ની ઉપર બંધ, નિફ્ટી પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે

સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ સ્થાનિક શેરબજાર માટે સુપર ફ્રાઈડે સાબિત થયો. સેન્સેક્સ BSE અને NSE નિફ્ટી મજબૂત ખરીદારી બાદ ઓલ ટાઈમ હાઈ પર બંધ થયા છે. પ્રથમ વખત સેન્સેક્સ 64 હજારને પાર કરીને 64,718 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ દરમિયાન સેન્સેક્સમાં 800 પોઈન્ટનો વધારો થયો હતો. પ્રથમ વખત નિફ્ટી પણ 216 પોઈન્ટ વધીને 19,189 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ઓટો, પીએસયુ અને આઈટી સેક્ટરના શેરમાં બજારે જોરદાર ઉછાળો નોંધાવ્યો હતો

શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, જ્યાં સેન્સેક્સ એ જ્યાં ઇન્ટ્રા-ડે 64,768 ના સ્તરને ટચ કર્યો હતો, ત્યાં નિફ્ટી પણ ઓલરાઉન્ડ ખરીદી પછી પ્રથમ વખત 19,201ના સ્તરે પહોંચ્યો હતો. જુલાઈ સિરીઝના પહેલા દિવસે બજારમાં બમ્પર રેલી જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન ઓટો, પીએસયુ બેન્કિંગ અને આઈટી સેક્ટરના શેર્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE સેન્સેક્સ 1.26% વધ્યો હતો જ્યારે NSE નિફ્ટી 1.14% વધ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો વધારો થયો છે.

મર્જર પહેલા એચડીએફસી અને એચડીએફસી બેંકના શેરમાં  ઉછાળો

મર્જરના એક દિવસ પહેલા HDFC અને HDFC બેન્કના શેરમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે બજાર બંધ થયા બાદ બંને કંપનીઓની બોર્ડ મિટિંગમાં મર્જર અંગેનો અંતિમ નિર્ણય લેવાનો છે. શુક્રવારે HDFC બેન્કનો શેર બે ટકાના વધારા સાથે 1705.80 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે HDFC પણ 1.6 ટકા વધીને રૂ. 2,825.80 થયો હતો.

સેન્સેક્સના 30માંથી 28 શેર ગ્રીન નિશાન પર બંધ થયા છે.

4 393 બજારમાં સુપર ફ્રાઈડે, સેન્સેક્સ પ્રથમ વખત 64000 ની ઉપર બંધ, નિફ્ટી પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે

બજારમાં રેકોર્ડ ઉછાળા વચ્ચે આ નિફ્ટી શેરો ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર હતા

4 394 બજારમાં સુપર ફ્રાઈડે, સેન્સેક્સ પ્રથમ વખત 64000 ની ઉપર બંધ, નિફ્ટી પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે

નિફ્ટીના મોટાભાગના સૂચકાંકોએ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે મજબૂતી દર્શાવી હતી

4 395 બજારમાં સુપર ફ્રાઈડે, સેન્સેક્સ પ્રથમ વખત 64000 ની ઉપર બંધ, નિફ્ટી પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરે

આ પણ વાંચો:Business Idea/આજના સમયમાં આ બિઝનેસ ટોપ પર છે, 50 હજારના રોકાણ પર થશે લાખોની કમાણી

આ પણ વાંચો:Sebi-IPO/સેબીએ આઇપીઓ લિસ્ટિંગની મર્યાદા છ દિવસથી ઘટાડી ત્રણ દિવસની કરી દીધી

આ પણ વાંચો:GST પર કેન્દ્ર સરકારઃ/GSTને લઈને  નાણામંત્રીએ આપ્યા સારા સમાચાર, સામાન્ય લોકોને મળ્યો મોટો ફાયદો, ઓછુ થશે માસિક બિલ

આ પણ વાંચો:વાત વિકાસની/જીડીપીમાં MSME નો હિસ્સો 50% સુધી લઈ જવાની તૈયારી ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ લોન્ચ

આ પણ વાંચો:Loan/ભારતમાંથી નિકાસ હવે સરળ બનશે, બેન્કો નિકાસકારોને સસ્તી લોન આપશે