Sebi-IPO/ સેબીએ આઇપીઓ લિસ્ટિંગની મર્યાદા છ દિવસથી ઘટાડી ત્રણ દિવસની કરી દીધી

સેેબીએ સામાન્ય રોકાણકારો Sebi-IPO માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેણે આઇપીઓ લિસ્ટિંગનો સમયગાળો છ દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કરી દીધો છે.

Top Stories Business
Sebi IPO સેબીએ આઇપીઓ લિસ્ટિંગની મર્યાદા છ દિવસથી ઘટાડી ત્રણ દિવસની કરી દીધી

સેેબીએ સામાન્ય રોકાણકારો Sebi-IPO માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેણે આઇપીઓ લિસ્ટિંગનો સમયગાળો છ દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કરી દીધો છે. આમ આઇપીઓમાં રોકાણ કરતા રોકાણકારો માટે એક ગૂડ ન્યૂઝ સામે આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આઇપીઓ લિસ્ટિંગમાં લાગતા સમયને ઘટાડીને અડધો કરી દીધો છે. સેબીએ બુધવારે 28 જૂનના રોજ જાહેર કરેલ એક નિવેદનમાં જણાવ્યું કે તે આઇપીઓની બોલી બંધ થયા બાદ તેની લિસ્ટિંગ સમયમર્યાદાને T+6 દિવસથી ઘટાડીને T+3 દિવસ કરી રહ્યા છે.  આઇપીઓની બોલી બંધ થવાની તારીખને T તરીકે દર્શાવવામાં આવી છે.

એક નિવેદનમાં સેબીએ Sebi-IPO જણાવ્યું કે, T+3 દિવસની નવી સમય મર્યાદાને બે સ્ટેપમાં લાગૂ કરવામાં આવશે. પહેલાં 1 સપ્ટેમ્બર, 2022 અથવા ત્યાર પછી ખુલનાર તમામ આઇપીઓ માટે સમય મર્યાદાનું પાલન કરવું સ્વૈચ્છિક હશે. તો 1 ડિસેમ્બર, 2022થી તેને તમામ આઇપીઓ માટે ફરજીયાત કરી દેવામાં આવશે.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ જણાવ્યું કે, આ પગલા દ્વારા કંપનીઓ પાસે આઇપીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી મૂડી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેનાથી વેપાર કરવામાં સરળ રહેશે અને Sebi-IPO રોકાણકારોને પોતાના રોકાણ માટે ઝડપથી ક્રેડિટ અને લિક્વિડિટીનો મોકો મળશે. આપને જણાવી દઇએ કે, સેબીએ આ નિર્ણય વિવિધ હિતધારકોની સાથે ચર્ચા અને ટેસ્ટિંગ કર્યા બાદ લીધો છે. આ હિતધારકોમાં સ્ટોક એક્સચેન્જ, સ્પોન્સર બેંક, એનપીસીઆઇ, ડિપોઝીટરી અને રજીસ્ટ્રાર વગેરે સામેલ છે.

હાલના નિયમો અનુસાર, રજીસ્ટ્રાર બોલી પૂર્ણ થયાના 3 દિવસ Sebi-IPO પછી શેરોનું અલોટમેન્ટ કરે છે અને તેને સંબંધિત સ્ટોક એક્સચેન્જની પાસે મંજૂરી માટે સોંપવામાં આવે છે. સેબીની નવી સમય મર્યાદા અંતર્ગત હવે તેમને આ કામ બોલી પૂર્ણ થયાના બીજા જ દિવસે સાંજે 6 વાગ્યા પહેલાં કરવું પડશે.
વર્તમાન નિયમ અંતર્ગત કંપનીઓ બોલી પૂર્ણ થયાના 5મા દિવસે સ્ટોક એક્સચેન્જો પાસે શેરમાં ટ્રેડિંગની મંજૂરી માટે લિંસ્ટિંગ એપ્લિકેશન આપે છે. જોકે, પ્રસ્તાવિત કરવામાં આવેલ નિયમ અનુસાર, હવે તેને આ બોલી પૂર્ણ થવાના બીજા દિવસ સાંજે 6.30 વાગ્યા સુધી કરવું પડશે.

આ પણ વાંચોઃ UCC Joins Article 370/ શું રામ મંદિર અને કાશ્મીરની જેમ UCC માટે 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે?

આ પણ વાંચોઃ GST પર કેન્દ્ર સરકારઃ/ GSTને લઈને  નાણામંત્રીએ આપ્યા સારા સમાચાર, સામાન્ય લોકોને મળ્યો મોટો ફાયદો, ઓછુ થશે માસિક બિલ

આ પણ વાંચોઃ US Supreme Court/ યુએસ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી પ્રવેશમાં જાતિ આધારિત અનામત ખતમ કરી

આ પણ વાંચોઃ  PAK Player Suicide/ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ લાકડા કાપવાના મશીન વડે કરી આત્મહત્યા, રમત જગતમાં શોક

આ પણ વાંચોઃ Ahmedabad-Sinkhole/ ‘વરસાદથી ડર લાગતો નથી, જેટલો ભુવાથી લાગે છે’