Not Set/ ટ્વિટર હવે ભારતમાં કોઇ ડિરેકટર રાખશે નહીં,જાણો કોણ સંભાળશે જવાબદારી

મનીષ મહેશ્વરી વર્ષ 2019 થી ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર હતા. કંપનીએ યુ.એસ.માં રેવન્યુ સ્ટ્રેટેજી અને ઓપરેશન્સમાં સિનિયર ડાયરેક્ટ તરીકે નિમણૂક કરી છે.

Top Stories
twiter 2 ટ્વિટર હવે ભારતમાં કોઇ ડિરેકટર રાખશે નહીં,જાણો કોણ સંભાળશે જવાબદારી

ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કંપનીએ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ હવે ભારતમાં કોઈ ડિરેક્ટર ન રાખવાનો નિર્ણય કર્યો છે. ટ્વિટર ઇન્ડિયા હવે ‘લીડરશીપ કાઉન્સિલ’ દ્વારા સંચાલિત થશે, જેના મુખ્ય અધિકારીઓ ટ્વિટરને જાણ કરશે. ટ્વિટર ઇન્ડિયાએ શુક્રવારે મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરીને પદ પરથી હટાવી દીધા છે. તે હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ માટે યુ.એસ.માં કામગીરી સંભાળશે. કંપનીએ આ માહિતી શેર કરી છે.

મનીષ મહેશ્વરી વર્ષ 2019 થી ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર હતા. કંપનીએ યુ.એસ.માં રેવન્યુ સ્ટ્રેટેજી અને ઓપરેશન્સમાં સિનિયર ડાયરેક્ટ તરીકે નિમણૂક કરી છે. ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ડ યુસૈને  મહેશ્વરીને તેમની નવી ભૂમિકા માટે આવકારવા અને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે બે વર્ષથી વધુ સમયથી ટ્વિટર ઇન્ડિયામાં નેતૃત્વ માટે આભાર.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના નવા આઇટી નિયમોને લીધે ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે વિવાદ ખુબ વકર્યો હતો પરતું અંતે ટ્વિટરે નિયમોને સ્વીકારીને કામકાજ કરવાની પ્રણાલીને અપનાવી હતી ,ફરી એકવાર ટ્વિટર ભારતમાં વિરોધ પાર્ટીના નિશાના પર આી ગઇ અને કોગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કર્યો હતો જોક આજે બહાલ કરી દીધો છે પરતું છેલ્લા ઘણા સમયથી ટ્વિટર વિવાદમાં સપડાયો છે.